બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (11:52 IST)

પરિવાર રાત્રે સુતા બાદ ઉઠ્યો જ નહીં, 6 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત

હરિયાણાના અંબાલા જિલ્લાના બલાના ગામમાં ગઈકાલે રાત્રે એક જ પરિવારના 6 લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. 
 
હરિયાણાના અંબાલા શહેરના એક ગામમાં એક જ પરિવારના 6 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવાર રાત્રિ ભોજન કર્યા પછી સૂઈ ગયો હતો, જે સવારે પણ જાગ્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે, જે સૌથી નાની દીકરીનો જન્મદિવસ હતો.