ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 9 જુલાઈ 2023 (16:08 IST)

કોન્સ્ટેબલ બનતા જ પત્નીએ આપ્યો પતિને દગો-

કોન્સ્ટેબલ બનતા જ પત્નીએ આપ્યો પતિને દગો- પત્નીને ભણાવવા માટે પતિએ જમીન વેચી નાખી ઘરથી દૂર રહીને નોકરી કરી પણ જ્યારે પત્નીની પસંદગી પોલીસમાં થતા લગાવ્યા આરોપ મૂકીને તરછોડી દીધું. 
 
પ્રયાગરાજના મેજા ગામમાં રહેતા રવિન્દ્ર કુમારના લગ્ન 2017માં રેશ્મા સાથે થયા હતા. લગ્ન પછી પતિ-પત્ની એક વર્ષ સુધી ખૂબ પ્રેમ થી રહેતા હતા. રવિન્દ્ર ઘરથી દૂર રહીને ખાનગી નોકરી કરતો હતો. જ્યારે પત્ની ઘરે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. રેશમાની પસંદગી યુપી પોલીસમાં થતાં જ બંનેમાં દૂરી આવવા આવવા લાગી.
 
પત્નીને ભણાવવા જમીન પણ વેચી દીધી
પતિના કહેવા મુજબ, તેણે પત્નીના અભ્યાસ માટે તમામ મદદ કરી. અભ્યાસ અને તાલીમમાં કોઈ અડચણ ન આવે તે મટે તેણે જમીન પણ વેચી દીધી. તેની કોન્સ્ટેબલ તરીકે પસંદગી થતાં જ સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું. તેણે એમ પણ કહ્યું કે, પત્નીની પસંદગી બાદ પણ તે તેની સેવા કરતો રહ્યો.