રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 9 સપ્ટેમ્બર 2023 (17:07 IST)

લોકોના ખાતામાં અચાનક આવ્યા હજારો રૂપિયા

ઓડિશાના એક જિલ્લામાં હજારો લોકોની બેંકોમાં 1 લાખ રૂપિયા જમા થયા છે. આ રકમ કોણે અને શા માટે જમા કરાવી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પૈસા મળ્યા બાદ લોકો ખુશ છે. તમને જણાવી દઈએ કે બેંકની બહાર પૈસા ઉપાડવા માટે ભીડ એકઠી થઈ ગઈ છે. 40 લોકોના ખાતામાં અચાનક જ મોટી રકમ આવી
 
કોઈના ખાતામાં 30 હજાર રૂપિયા, કોઈના ખાતામાં 40 હજાર રૂપિયા, કોઈના ખાતામાં 50 હજાર રૂપિયા તો કોઈના ખાતામાં એકથી બે લાખ રૂપિયા પણ જમા થયા છે. ઓડિશા ગ્રામ્ય બેંકની બહાર કતાર જોઈને બેંક મેનેજર પણ ચોંકી ગયા હતા. આ બેંક કેન્દ્રપારા, ઓડિશાના ઓલા બ્લોકમાં આવે છે.
 
બેંકમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે બેંક અધિકારીઓએ લોકોની ભીડ જોઈ અને જાણ્યું કે ખાતામાં આવતી રકમ શંકાસ્પદ છે, ત્યારે તેઓએ અસ્થાયી રૂપે ઉપાડ પર પ્રતિબંધ મૂક્યો.