1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 25 માર્ચ 2024 (09:44 IST)

ઉજ્જૈનઃ મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન દુર્ઘટના, આગમાં 14 લોકો દઝાયા

Ujjain temple fire
ઉજ્જૈનઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી છે. ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન થયેલા આ અકસ્માતમાં એક ડઝન લોકો દાઝી ગયા હતા. ખરેખર, હોળીના તહેવારને કારણે મંદિરમાં ગુલાલ ઉડાવવામાં આવી રહ્યો હતો, જેના કારણે આગ ફેલાઈ ગઈ હતી. આ આગના કારણે એક ડઝનથી વધુ પૂજારી અને સેવકો દાઝી ગયા હતા. આ તમામની ઉજ્જૈનની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 
ઘાયલ સેવકે જણાવ્યું કે પાછળથી આરતી કરી રહેલા પૂજારી સંજીવ પર કોઈએ ગુલાલ ઉડાવ્યો હતો. ગુલાલ દીવા પર પડ્યો. ગુલાલમાં કોઈ કેમિકલ હોવાના કારણે આગ લાગી હોવાનો અંદાજ છે.
 
સીએમ મોહનનાં પુત્ર અને પુત્રી પણ  હતા હાજર
ઉલ્લેખનિય છે કે આ અકસ્માતમાં સીએમ મોહન યાદવના પુત્ર અને પુત્રીનો આબાદ બચાવ થયો હતો. તે ઘટના સ્થળેથી થોડે દૂર હતા.  આ અકસ્માતમાં મહાકાલ મંદિરમાં ભસ્મરતીના મુખ્ય પૂજારી સંજય ગુરુ, વિકાસ પૂજારી, મનોજ પૂજારી, અંશ પુરોહિત, સેવક મહેશ શર્મા, ચિંતામન ગેહલોત સહિત અનેક લોકો ઘાયલ થયા છે.
 
પૂજારી આશિષ શર્માએ કહ્યું, 'મહાકાલ મંદિરમાં પરંપરાગત હોળીની ઉજવણી કરવામાં આવી રહી હતી. ગુલાલને કારણે ગર્ભગૃહમાં આગ ફેલાઈ ગઈ હતી. મંદિરના પૂજારી ઘાયલ થયા હતા. અમે તેને હોસ્પિટલ લઈ ગયા
 
મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ થાય છે ભસ્મ આરતી 
ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે.  શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે. તે ભગવાનનો મુખ્ય શણગાર છે. દરેક દેવી-દેવતાઓ શણગાર માટે સોના-ચાંદી અને હીરા-મોતીના આભૂષણ ધારણ કરે છે, પરતું શિવજીનું સ્વરૂપ સૌથી નિરાળું છે. મહાદેવ ભસ્મ અને નાગ ધારણ કરે છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે, તેની પાછળ ઘણી માન્યતાઓ પ્રચલિત છે.