શનિવાર, 31 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 જાન્યુઆરી 2026 (13:39 IST)

US Visa Rules - ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાની ખુલ્લી ધમકી.. કાયદો તોડશો તો ડિપોર્ટ કરી દેવામાં આવશે

student visa rules
student visa rules
ભારતમાં અમેરિકી દૂતવાસે ભારતીય વિદ્યાર્થીઓને કડક શબ્દોમાં ચેતાવણી આપી છે. દૂતાવાસે એ સ્પષ્ટ કહ્યુ છે કે અમેરિકી વિઝા એક વિશેષાધિકાર છે. અધિકાર નહી. જો અમેરિકામાં અભ્યાસ કરી રહેલ કે ત્યા જનારા વિદ્યાર્થી ત્યાના કાયદાનુ ઉલ્લંઘન કરે છે તો તેમનો વીઝા રદ્દ થઈ શકે છે.  તેમને દેશમાંથી નિર્વાસિત (ડિપોર્ટ) કરી શકાય્ય છે અને ભવિષ્યમાં અમેરિકી વીઝા મેળવવામાં અયોગ્ય જાહેર કરી શકાય છે.  
 
દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, "અમેરિકન કાયદાનું ઉલ્લંઘન કરવાથી તમારા સ્ટુડેંટ વિઝા માટે ગંભીર પરિણામો આવી શકે છે. જો તમારી ધરપકડ કરવામાં આવે છે અથવા કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે, તો તમારા વિઝા રદ થઈ શકે છે, તમને ડિપોર્ટ  કરવામાં આવી શકે છે અને તમે ભવિષ્યના યુએસ વિઝા માટે અયોગ્ય બની શકો છો. નિયમોનું પાલન કરો અને તમારી મુસાફરીને જોખમમાં ન નાખો."
 
આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે હજારો ભારતીય વિદ્યાર્થીઓ 2026 શૈક્ષણિક વર્ષ માટે તૈયારી કરી રહ્યા છે. યુએસમાં વિઝા નિયમો વધુને વધુ કડક બની રહ્યા છે, જેમાં વિઝા ફીમાં વધારો, સોશિયલ મીડિયા પર કડક દેખરેખ, નવા પાલન નિયમો અને વિદ્યાર્થી વિઝા પર પ્રસ્તાવિત સમય મર્યાદાનો સમાવેશ થાય છે. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પ વહીવટ હેઠળ ઇમિગ્રેશન નિયમો પર વધુ ભાર ભારતીય વિદ્યાર્થીઓ પર વધારાનું દબાણ લાવી રહ્યો છે.
 
ભારત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને યુએસ મોકલતો સૌથી મોટો દેશ છે, પરંતુ તાજેતરના ફેરફારોને કારણે અરજીઓમાં વિલંબ અને અસ્વીકારમાં વધારો થયો છે. દૂતાવાસે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કાયદાઓનું કડક પા
 
ગયા અઠવાડિયે H-1B અને H-4 વર્ક વિઝા ધારકોને આપવામાં આવેલી ચેતવણી બાદ આ ચેતાવણી આવી છે, જેનાથી વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતામાં ચિંતા વધી ગઈ છે.