શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 9 જૂન 2021 (15:40 IST)

કોણ છે જિતિન પ્રસાદ ? જેમના આવવાથી ખુશ છે BJP અને જવાથી કોંગ્રેસ છે નિરાશ

કોંગ્રેસ પાર્ટીમાંથી સાંસદ અને યૂપીએ સરકારમાં મંત્રી રહેલા જિતિન પ્રસાદે આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનુ દામન થામી લીધુ. ઉત્તર પ્રદેશ  વિધાનસભા ચૂટણી પહેલા કોંગ્રેસ માટે આને એક મોટા ઝટકાના રૂપમા જોવામાં આવી રહ્યુ છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભાજપા સાંસદ અનિલ બલૂનીની હાજરીમાં પ્રસાદે અહી પાર્ટી મુખ્યાલયમાં આયોજીત એક સંવાદદાતા સંમેલન દરમિયાન ભાજપાની સભ્યતા ગ્રહણ કરી. એવુ કહેવાય રહ્યુ છે કે જિતિનન દ્વારા ભાજપામાં આવવાથી ચૂંટણી પહેલા બ્રાહ્મણો વચ્ચે પોતાની છાપ છોડવાની કોશિશ કરશે. 
 
કોણ છે જીતેંદ્ર પ્રસાદ 
 
ઉલ્લેખનીય છે કે જિતિન પ્રસાદ એ 23 નેતઓમાં સામેલ હતા, જેમને ગયા વર્ષે કોંગ્રેસમાં સક્રિય નેતૃત્વ અને સંગઠનાત્મક ચૂંટણીની માંગને લઈને પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખી હતી.  પત્ર સાથે જોડાયેલ વિવાદને લઈને ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જીલ્લાની કોંગ્રેસ કમિટીના પ્રસ્તાવ ને પાસ કરી તેમના વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી, જેને લઈને વિવાદ પણ થયો હતો. 
 
જીતેન્દ્ર પ્રસાદના પુત્ર છે જિતિન 
 
જિતિન પ્રસાદ કોંગ્રેસના વરિષ્થ નેતા જિતેંદ્ર પ્રસાદના પુત્ર છે. જેમણે પાર્ટીમાં અનેક મહત્વના પદ પદ પર પોતાની સેવાઓ આપી હતી. જિતિને 2004માં શાહજહાપુરાથી પહેલીવાર લોકસભા ચૂંટણી જીતી હતી અને તેમણે પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વવાળી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધમ (સંપ્રગ) સરકારમાંસ્ટીલ રાજ્ય પ્રધાન બનાવાયા હતા. 
 
ત્યારબાદ તેમણે 2009 માં ધૌરહરા સીટ પરથી જીત નોંધાવી. જ્યાર પછી તેમણે યુપીએ સરકારમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, માર્ગ પરિવહન અને હાઇવે અને માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના મોટા બ્રાહ્મણ ચહેરાના રૂપમાં પોતાની ઓળખ સ્થાપિત કરનારા જિતિન પ્રસાદને 2014ના લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.  ત્યારબાદ તેમણે ગત વિધાનસભાની ચૂંટણીમાં તિલ્હાર બેઠક પરથી  હાથ અજમાવ્યો, પરંતુ તેમા પણ તેમને નિરાશા જ સાંપડી. 2019 ની લોકસભાની ચૂંટણીમાં પણ તેમને ધૌરહારાથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો