શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Updated : બુધવાર, 20 જુલાઈ 2016 (13:02 IST)

હાર્દિક પટેલના અનામત આંદોલન પર સનસનીખેજ ખુલાસા, કેસરિયો રંગ કોઈના બાપની જાગીર નથી - હાર્દિક

હાર્દિક પટેલ જામીન પર બહાર નીકળ્યા પછી હાલ છ મહિના માટે ગુજરાતમાંથી તડીપાર હોવાથી ઉદયપુરમાં રહી રહ્યા છે. આવો જાણીએ તેમના સાથે લેવાયેલ એક ઈંટરવ્યુ દરમિયાન જાણો તેમણે  કોણા વિશે શુ કહ્યુ.  
- અમને તો OBC જ જોઈએ છે - હાર્દિક 
- પાટીદાર દમન કાંડમાં અમિત શાહ પર આરોપ લગાવતા કહ્યુ કે આવા આદેશ અમિત શાહ સિવાય કોઈ ન આપી શકે 
- અનુરાગ ઠાકુરનો હોદ્દો આપવા માટે કરી હતી ઓફર 
- આ અધિકારી સરકાર ચલાવે છે બેન તો મહોરુ છે - હાર્દિક 
- 2017માં આપ સાથે આગળ વધવાના આપ્યા સંકેત 
- હાર્દિક પટેલના અનામત આંદોલન પર સનસનીખેજ ખુલાસા 
- કેસરિયો રંગ કોઈના બાપની જાગીર નથી - હાર્દિક 
- મારો ઉદ્દેશ્ય જે પણ રાજ્યમાં સમાજને ગેરલાભ થઈ રહ્યો છે તેમને ઉગારવાનો છે. 
- જેલમાંથી બહાર નીકળ્યા પછી કેસરિયા ધારણ કરવા પર હાર્દિકનો ખુલાસો, રામનો વંશજ છુ એટલે કેસરિયો ધારણ કર્યો 
- રામલીલા મેદાનમાં લાખો પાટીદારો એકત્ર થશે. 
- હુ હજુ નાનો છુ મારે મુખ્યમંત્રી બનવુ નથી 
- પંજાબ ચૂંટણી પછી વિચાર કરીશ -  હાર્દિક 
- દિલ્હીમાં કેજરીવાલે સારા કામ કર્યા છે. કેજરીવાલ સ્વચ્છ છબિ ધરાવે છે. 
- ઈબીસી પાટીદારો માટે નાની ચોકલેટ સમાન - હાર્દિક 
- શિવસેના લાલુ નીતિશ અને માયાવતીએ કરી મદદ - હાર્દિક 
- મને કોઈ ફંડિગ મળ્યુ નથી. આ ફક્ત ઉડતી વાતો. જે માણસે એક પણ રૂપિયો સહયોગ ન આપતો હોય તે હિસાબ માંગે 
- હુ હંમેશા સ્પષ્ટ વાત કરતો હતો. હુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવુ છુ અને મને રાજકારણની વાતો નથી આવડતી. 
- અમારી કાર્યપદ્ધતિ બની રહી છે ટૂંક સમયમાં જાહેરાત કરીશુ.  સ્વર્ણોને પણ સાથે લઈશુ. જો સત્તામાં બેસેલા હોવા છતા 2 કરોડ પાટીદારો પર અત્યાચાર થઈ રહ્યા હોય તો દલિતો અને અન્ય જાતિઓની શુ વિસાત 
- ગુજરાતમાં તાનાશાહી ચાલે છે તેથી ગુજરાતમાં હાલ કોઈ આયોજનો નહી કરીએ. 
- કંઈ પાર્ટીનો પ્રચાર કરશો એના જવાબમાં હાર્દિક બોલ્યા - જે લોકો દેશને જાતિવાદમાં વહેંચી રહ્યા છે. ખેડૂતો પર અન્યાય થઈ રહ્યો છે.  મારે હાલ કોઈ પાર્ટીના સીએમ બનવુ નથી. જો સમાજ મને આદેશ કરે તો હુ તે ખુશીથી સ્વીકારવા તૈયાર છુ.  હું ભાજપ અને કોંગ્રેસથી દૂર રહ્યો છુ.  જ્યારે 2017 આવવા દો ત્યારે જોઈશુ. મારી હિસાબે ફક્ત આપ સરકાર સ્વચ્છ અને નિષ્પક્ષ સરકાર છે.