ગુજરાતના 10 પ્રખ્યાત મંદિર

Top 10 famous temples in gujarat

Last Updated: સોમવાર, 11 નવેમ્બર 2019 (18:44 IST)
નારાયણ સરોવર 
નારાયણ સરોવર ગુજરાતના પ્રખ્યાત મંદિરોમાં થી એક છે.  પ્રાચીન મંદિર અહીંથી ચાર કિમી દૂર છે. ભાગવત માં વર્ણવેલા પાંચ પવિત્ર તળાવોમાંનું આ એક તળાવ છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણીક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે. 
 
તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે.લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલિથી જ બનાવાયા છે. બાકીના પાંચ મંદિરો ૧૭૮૦-૯૦માં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશળજીના રાણી દ્વારા બનાવાયા છે.  અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું.અહીં યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ ઉપલબ્ધ છે.
 
સિદ્ઘપુર-ગુજરાત, નારાયણ સરોવર-કચ્છ-ગુજરાત, પંપા સરોવર-કર્ણાટક, પુષ્કર સરોવર ના જૂથને 'પંચ સરોવર' કહેવાય છે.કારતક મહિનાની અગિયારસથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે .આ પણ વાંચો :