શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ભારતના પ્રધાનમંત્રી
Written By
Last Modified: બુધવાર, 20 માર્ચ 2019 (12:27 IST)

નરેન્દ્ર મોદી : કઠીન નિર્ણયો લેવામાં બાહોશ

રાષ્ટ્રીય સ્વયંસેવક અંઘના પ્રચારક તરીકે દીર્ઘકાલીન સેવાઓ આપ્યા બાદ નરેન્દ્ર મોદી ભા.જ.પ.માં જોડાયા. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું ગુજરાત મોડલ ખુબ જ લોકપ્રિય બન્યુ હતું. આ જ ગુજરાત મોડલના સહારે તેઓ વડાપ્રધાનની ખુરસી સુધી પહોંચી ગયા હતાં.ચા વાળા’ મોદીની છાતી પણ ૫૬’ ઈંચની છે.

પ્રારંભિક જીવન : તેમનો જન્મ ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ હીરાબેન તથા પત્નીનું નામ જશોદાબેન છે. તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં વિત્યુ હતું. એક કિશોર તરીકે મોદીએ પોતાના ભાઈની સાથે ચાની કિટલી પણ ચલાવી છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર સાથે એમએ કર્યું છે તથા તેઓ હિન્દીઅંગ્રેજી તથા ગુજરાતી ભાષાઓ જાણે છે.  

રાજનૈતિક જીવન : ૧૯૮૪માં આરએસએસના સ્વયંસેવક તરીકે તેમણે પોતાના જીવનની શરુઆત કરી. ૧૯૭૪માં તેમણે ભ્રષ્ટાચારની વિરોધમાં આંદોલન પણ ચલાવેલું. કટોકટી દરમિયાન જૂન ૧૯૭૫થી જાન્યુઆરી ૧૯૭૭ સુધી ૧૯ માસ તેઓ જેલમાં રહ્યા. ૧૯૮૭માં તેઓ ભાજપ સાથે જોડાયા. મોદી સન. ૨૦૦૧ થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. વડાપ્રધાન બન્યા બાદ તેમણે ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપેલું.

૨૦૧૪માં વડાપ્રધાન બન્યા : સરદાર વલ્લભભાઈ પટેલને પોતાનો આદર્શ માનતા નરેન્દ્રભાઈ મોદીએ સોમવાર૨૬મી મે ૨૦૧૪ના રોજ સાંજે ૬ વાગે વડાપ્રધન પદના શપથ લીધા. તેમની (ભાજપ) સરકારે ૩૦ વર્ષોના લાંબા ગાળા બાદ સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી હતી. આ પૂર્વે ૩૦ વર્ષો સુધી દેશમાં અલ્પમત સરકારો રહી હતી. શપથ ગ્રહણ પછી સંસદ ભવનના મધ્યસ્થ હોલમાં તેમણે કહ્યું કે તેઓ પોતાની સંપૂર્ણ નિષ્ઠા અને ખુબ જ ખંતથી ગરીબોગામડાના નાગરિકોદલિતોશોષિતો અને વંચિતોના ઉત્થાન માટે સંપૂર્ણ સમર્પણથી કામ કરશે.

પુરસ્કાર અને સન્માન : ૨૦૧૮ માં સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર ચેમ્પિયસ ઓફ અર્થ એવોર્ડથી પુરસ્કૃત થયા હતાં. ૨૦૧૯માં મોદીને સીઓલ શાંતિ પુઇરસ્કારથી નવાજવામાં આવેલા. ૨૦૦૩માં સન્યુક્ત રાષ્ટ્રની તરફથી સાસાકાવા પુરસ્કાર૨૦૦૪માં વહીવટમાં નાવિન્ય લાવવા બદલ કોમનવેલ્થ એસોસિએશનની તરફથી સીપીએએમ સુવર્ણચંદ્રક૨૦૦૫માં નવી દિલ્હીના રાજીવ ગાંધી ફાઉન્ડેશન તરફથી ગુજરાતને શ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર૨૦૦૫માં ભુકંપ દરમિયાન ખંડિત થયેલા ગુરુદ્વારાને ફરીથી બનાવવા બદલ યુનેસ્કોએ તેમને એશિયા પેસિફિક હેરિટેજએવોર્ડ આપવા સાથે તેમને અન્ય કેટલાયે પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વિશેષ : મોદી વક્તૃત્વ કળામાં માહિર છે. વિરોધીઓના ઉચ્ચારણોમાંથી જ તેઓ વળતો હુમલો કરવો એ તેમની ખુબી છે. જી.એસ.ટી.નોટબંધી તથા ઉજ્જલા યોજનાગરીબ સવર્ણો માટે ૧૦% અનામત જેવા કેટલાંય મહત્વપૂર્ણ નિર્ણયો તેમના વડાપ્રધનપદ સમયમાં લેર્વાયા છે