સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 જુલાઈ 2021 (09:23 IST)

નડીયાદમાં 7 વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને શારિરીક અડપલા કરનારને 10 વર્ષની જેલ

ગુજરાતના નડીયાદ શહેરમાં સાત વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને એકાંતમાં લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કરવાના કેસમાં કોર્ટે આરોપીને દોષી ગણાવતાં 10 વર્ષની જેલની સજા ફટકારી છે. શહેરના સમડી ચકલા વિસ્તારમાં રહેનાર ભાવેશ ઉર્ફે બુટ્ટો ભાવીન રજનીકાંત પટેલ વિરૂદ્ધ વર્ષ 2020 માં નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 
 
આરોપીને 11 જૂન 2020ની રાત્રે એક 7 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ સાથે પ્રયત્ન કર્યો હતો. ભાવેશએ બાળકીને ચોકલેટ આપવાના બહાને રિક્શાની પાછળ લઇ જઇ તેની સાથે બળજબરી કરી હતી. આ ઘટનાને જ્યારે બાળકીના ભાઇએ જોઇ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો. પોલીસે આરોપી વિરૂદ્ધ કલમ 376 તથા પોક્સો એક્ટની કલમ હેઠળ કેસ નોંધી ધરપકડ કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. 
 
શુક્રવારે આ કેસની સુનાવણી દરમિયાન નડિયાદ સ્પેશિયલ જજ ડીઆર ભટ્ટની કોર્ટે સરકારી વકીલ ધવલ બારોટની દલીલોને માન્ય રાખતાં આરોપીને દોષી ગણાવતાં 10 વર્ષની કેદની સજા સાથે 10 હજાર રૂપિયાના દંડની સજાનો ચૂકાદો સંભળાવ્યો હતો. આ સાથે જ દંડ નહી ભરતાં જેલની સજા વધારવાનો આદેશ કર્યો હતો.