ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 મે 2020 (19:24 IST)

આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની અફવા ઉડી

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે એવો પત્ર વાયરલ થયો છે. કોઈ ટિખ્ખળખોરોએ સોશિયલ મીડિયામાં આ પ્રકારનો પત્ર વાયરલ થયો છે. આ અંગે બોર્ડના ચેરમેન એ.જે. શાહે ખુલાસો કર્યો હતો કે આ પ્રકારે આવતીકાલે કોઈ પરિણામ જાહેર થવાનું નથી.ઉપરોક્ત લખાણ વાળો ખોટો પત્ર કોઈ અસામાજિક તત્વએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જોકે, આ મામલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્ચમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે જણાવ્યું કે આ પ્રકારે કોઈએ અફવા ફેલાવી છે. હાલમાં અમારી કોઈ તૈયારી નથી. અમારી પાસે પૂરતો મેન પાવર નથી અમે રિઝલ્ટ જાહેર કરવાની કોઈ વિચારણ કરી રહ્યા નથી. એ.જે,. શાહે વિદ્યાર્થીઓને સંબોધતા એક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ પ્રકારે કોઈએ અફવા ઉડાડી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા હજુ જૂન સુધીનો સમય વિતી જશે.શનિવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ એવી ચર્ચા હતી કે ધોરણ 12.00 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. અચાનક સોમવારે સાંજે સોશિયલ મીડિયામાં એક ખોટો લેટર ફરતો થયો હતો. આ લેટરના કારણે અસમંજસનું વાતાવરણ ઉભું થયું હતું જોકે તે ખોટો હોવાનું સાબિત થયું હતું.