શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 જાન્યુઆરી 2021 (14:26 IST)

સુરતમાં 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાના ભાઈ-બહેનોને રમતા છોડી ફાંસો ખાઈ આપઘાત કર્યો

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાં સવિતા નામની 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાના ભાઈ-બહેનોને રમતા છોડી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચર્ચાનો વિષય બન્યો હતો. સવિતા હાલ જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં મોતને વહાલું કરનાર સવિતાના આપઘાત પાછળનાં કારણો જાણવા પોલીસે તેનો મોબાઇલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

નંદુ પાસવાન (વિદ્યાર્થિનીના પિતા)એ જણાવ્યું હતું કે 5 વર્ષના નાના પુત્ર અને સવિતાના ભાઈએ દોડીને આવીને માતાને કહ્યું- મમ્મી, બહેન પંખા સાથે લટકી રહી છે. આ સાંભળી પત્ની તાત્કાલિક ઘરે દોડીને જોયું તો દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી. સવિતાના આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. એક અઠવાડિયા પહેલાં જ બ્યૂટિપાર્લરનું શીખવાની વાત કરતાં તેને સામાન અપાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘટના રવિવારની સાંજે 7:30 વાગ્યાની આસપાસની છે. હું પણ મારા ગેરેજ પર હતો અને રવિવાર હોવાથી પત્ની ઈંડાંની લારી પર હતી. 4 સંતાનમાં સવિતા મોટી દીકરી હતી. ચારેય સંતાન ઘરમાં જ રમતાં હતાં. અચાનક સવિતાએ આવું પગલું ભરી લેતાં કંઈ સમજ પડતી નથી. હાલ સચિન પોલીસ તપાસ કરી રહી છે