મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 સપ્ટેમ્બર 2018 (13:09 IST)

ગુજરાતમાં સાવજ બાદ હવે મોર પર જોખમ, કચ્છમાંથી 30 મોરના મૃતદેહો મળ્યાં

ગુજરાતમાં હાલમાં ચર્ચાસ્પદ કિસ્સો ડાલામથ્થા એવા ગીર કેસરીનો છે. ગીરના સાવજની જિંદગી હવે મોત સામે ઝોલા ખાઈ રહી છે. ત્યારે કચ્છના રાપલ તાલુકામાં આવેલા ગોગાધર ગામમાંથી ઓછામાં ઓછા 30 મોર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આ મોરનાં મૃત્યુ કઈ રીતે થયા છે તે કારણ એક રહસ્ય છે.વનવિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગામના બહારના ભાગમાં 30 પક્ષીઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા, તેમાં મોર પણ હતા અને ઢેલ પણ હતી.

રાષ્ટ્રીય પક્ષીના આટલી મોટી સંખ્યામાં મૃતદેહ જોઈને ગામના લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. વનવિભાગના અધિકારીઓ અને ડોક્ટર્સ ગામ પહોંચ્યા હતા અને એનાલિસિસ માટે સેમ્પલ્સ કલેક્ટ કર્યા હતા.અધિકારીઓએ જણાવ્યું કે, મોરના મૃત્યુ પાછળનું કારણ હજી સુધી જાણી નથી શકાયું. સેમ્પલનું એનાલિસિસ અને ટેસ્ટ કર્યા પછી જ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.