અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વે પર ગોજારો અકસ્માત, 5 લોકોના મોત

accident
Last Modified સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (13:56 IST)
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર કાર અને ટ્રેલર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 5 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત થયા છે. ત્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવા તેમજ અકસ્માતે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભરૂચના પાંચ લોકો કારમાં અમદાવાદ આવી રહ્યાં હતા. તે દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વૅ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આજે સવારે આશરે 7:30થી 8:00 વાગ્યા વચ્ચે અર્ટિગા કાર ટ્રેલરના પાછળના સાથે ધડાકાભેર અથડાતા હતી. જેના કારણે ટ્રેલરની પાછળનો ભાગ કારનો કાંચ તોડીને અંદર આવી જતા આ પાંચે લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં છે.

હાલ મહેમદાબાદ પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યું હતું. જેમાં હિમ્મતનગરનાં જોશી પ્રજ્ઞેશકુમારનું નામ છે. કાર એટલી જોરથી અથડાઇ હતી કે તેની આગળનો ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેને ક્રેઇનની મદદથી બાજુમાં લેવામાં આવી છે.


આ પણ વાંચો :