બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 એપ્રિલ 2020 (12:35 IST)

પોલીસ એક્શન મોડમાં, જપ્ત કરાયેલા વાહનોનો આંકડો સાંભળી બહાર નિકળવાનો વિચાર સુદ્ધા નહિ આવે

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધુ રહ્યું છે જેથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઇ રહ્યો છે. ત્યારે લોકડાઉનનું મજબૂત પાલન કરાવવા માટે પોલીસ વધુ સખત બની છે. બહાના બનાવીને લટાર મારવા નિકળી પડેલા લોકોને સબક શિખવાડવા માટે પોલીસ તેમના વાહનો જપ્ત કરી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થતો હોવાના કારણે પોલીસે લોકડાઉનનો ભંગ કરનારા 845 જણાની એક જ દિવસે ધરપકડ કરી હતી. લોકડાઉન જાહેર થયા બાદથી અત્યાર સુધીમાં કુલ 6088 લોકોને પકડવામાં આવ્યા છે.
 
લોકડાઉન છતા જાહેરનામાનો ભંગ કરનારાઓ વિરૃધ્ધ પોલીસે 2190 ગુના દાખલ કર્યા છે આ ગુનામાં ૬૧૩૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 9 એપ્રિલે એક જ દિવસમાં પોલીસે 360 ગુના નોંધીને 845 જણાને ઝડપી લીધા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે જાહેરનામાનો ભંગ કરનારાઓ લોકો પર નજર રાખવા ૨૫ ડ્રોનનો પણ ઉપયોગ લઇ રહી છે. જેમાં 27 ગુનામાં 127 શખ્સો ઝડપાયા છે. શહેરમાં 14 વિસ્તારો ક્લસ્ટર ક્વોરન્ટાઈન જાહેર કરાયા છે. જ્યાં SRP નું બંદોબસ્ત ગોઠવ્યું છે.તે વિસ્તારમાં ખાદ્ય પદાર્થો અને આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
 
બીજીતરફ 1250 કોવીડ વોલેન્ટીયર વિવિધ વિસ્તારોમાં પોલીસને મદદ કરી રહ્યા છે. શહેરમાં 18200 પોલીસોની ફોર્સ તૈનાત છે. અને TRB ના જવાનોને પણ લગાવવામાં આવ્યા છે. સોશિયલ મિડીયામાં વાંધાજનક જણાયેલા 18 ફેસબુક એકાઉન્ટ બંધ કર્યા હતા અને 12 એકાઉન્ટ બંધ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે વાંધાજનક પોસ્ટ મુકવા સંદર્ભે 8 ગુના દાખલ કરીને 7 આરોપીની ધરપકડ પણ કરી છે. અને કોઈ કારણ વગર ફરતા લોકોના 569 વાહનો કબ્જે કાર્ય છે.