1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 24 ડિસેમ્બર 2024 (11:07 IST)

જૂનાગઢના વિસાવદરમાં સિંહણે હુમલો કરતા બાળકીનું મોત, દોઢ મહિનામાં બીજો બનાવ

lion
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સિંહણે કરેલા હુમલામાં એક સાત વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના દોઢ મહિનામાં અમરેલીની પડોશમાં આવેલા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં સિંહણના હુમલાને કારણે વધુ એક બાળકીનું મૃત્યુ થયું છે.
 
વન વિભાગે હવે આ સિંહણને પાંજરે પૂરવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે.
 
દોઢ મહિનામાં આ પ્રકારે બે મોત થયાં છે. 4થી નવેમ્બર, 2024ના રોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારિયા ગામે સાત વર્ષની કીર્તિ ધાપા નામની છોકરી તેની માતા સાથે વાડીએથી ઘરે 
 
પરત ફરી રહી હતી ત્યારે સિંહણે તેના પર હુમલો કર્યો હતો અને તેનું મોત થયું હતું. હવે આ રવિવારે સાંજના સમયે 13 વર્ષની રાહલી અવાસિયા પર સિંહણે હુમલો કર્યો હતો જેને કારણે તેનું મૃત્યુ થયું હતું. 
 
રાહલીના પિતા મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની છે અને તેઓ અહીં ખેતમજૂરીનું કામ કરવા આવ્યા છે.