1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (14:53 IST)

ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત

surendra nagar news
-સુરેન્દ્રનગરનાં દેવપરા ગામે
- ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત 
-ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણ
 
સુરેન્દ્રનગરનાં દેવપરા ગામે ચાલી રહેલ ગેરકાયદે ખનનમાં કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત થવા પામ્યા હતા.
 
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પંથકના ખંપાળિયા ગામે ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં અચાનક દુર્ઘટના સર્જાઇ હતી જેમાં આ ખાણમાં કામ કરતાં ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા.

આ પહેલા પણ સુરેન્દ્રનગરમાં કાયદેસર ચાલતી કોલસાની ખાણમાં દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે સરકારે આ ખાણોને પુરવા માટેના આદેશ પણ જાહેર કરવામાં આવ્યા હતા.  ત્રણેય મૃતકો રાજસ્થાનનાં રહેવાસી હોવાનું સામે આવી રહ્યું છે.