ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2024 (11:35 IST)

બોરસદ નજીક ફૂલ સ્પીડમાં જતી કાર બાઈક સાથે અથડાઈને ટ્રકમાં ઘૂસી, ત્રણના ઘટનાસ્થળે જ મોત

Accident near bus stand of Jharola village of Borsad taluka
- બોરસદ: અકસ્માતમાં વહી લોહીની નદીઓ 
- બોરસદ તાલુકાના ઝારોલા ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત 
- બાઈક નંબર GJ-23-DF-4100  અને કાર નંબર  GJ-23-CD-6183 વચ્ચે અકસ્માત  
Accident near bus stand of Jharola village of Borsad taluka
બોરસદ તાલુકાના ઝારોલા ગામના બસ સ્ટેન્ડ નજીક રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પુરપાટ ઝડપે પસાર થતી એક કાર આગળ જતા બાઈક સાથે અથડાયા બાદ સામેથી આવતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે બાઈક પર સવાર ત્રણ યુવકોને સામાન્ય ઈજા પહોંચી છે.

ભાદરણ પોલીસે અકસ્માત સર્જી મોતને ભેટેલા કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માત અંગે મળતી માહિતી મુજબ આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં રહેતા 22 વર્ષીય જયેશભાઇ રબારી, તેમના પિતા રવાભાઈ રબારી અને મામા શંકરભાઈ ગતરોજ રાત્રીના સમયે બાઈક નંબર (GJ-23-DF-4100 લઈને કણભા ગામે માતાજીના માંડવામાં હાજરી આપવા જતાં હતાં. તેઓ રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં બોરસદ તાલુકાના ઝારોલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતાં હતાં. તે વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવતી કાર નંબર (GJ-23-CD-6183) એકાએક જયેશભાઈના બાઈક સાથે અથડાઈ હતી.બાઇક સાથે અથડાયા બાદ બેકાબુ બનેલી આ કાર રોંગ સાઇડે જઈને સામેથી આવતી એક રેતી ભરેલી ટ્રક નંબર( GJ-23-W-5714)માં ધડાકાભેર ઘુસી ગઈ હતી. ગાડીની ટક્કર વાગવાથી બાઇક પર સવાર જયેશભાઈ, તેના પિતા રવાભાઈ અને મામા શંકરભાઈ રોડ પર પટકાયા હતા. જેથી ત્રણેયને વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ ટ્રકની નીચે ઘૂસી જવાથી કારનો કુચ્ચો વળી ગયો હતો અને તેમાં સવાર ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.અકસ્માતને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયાં હતાં અને માર્ગ પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

બનાવની જાણ થતાં ભાદરણ પોલીસની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક જે.સી.બી ની મદદથી ટ્રક ઊંચી કરાવી કારને બહાર કઢાવી હતી. જે બાદ જે.સી.બી થી કારના પતરાં ઊંચા કરી તેમાં ફસાયેલા ત્રણેય મૃતદેહોને બહાર કઢાયા હતાં.આ ત્રણેય મૃતકો બોરસદ તાલુકાના જંત્રાલ ગામના હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બાઈકચાલક જયેશભાઇ રવાભાઈ રબારીની ફરીયાદને આધારે ભાદરણ પોલીસે આ અકસ્માત સર્જી મોતને ભેટનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.