સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2024 (11:12 IST)

Bilkis Bano Case માં SC મોટો નિર્ણય, ગુનેગારોની સમય પહેલા જેલમુક્તિનો આદેશ રદ

Bilkis Bano Case Verdict: બિલ્કીસ બાનો કેસમાં, તમામ 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા 15 ઓગસ્ટ 2022 ના રોજ સ્વતંત્રતાના અમૃત મહોત્સવ હેઠળ મુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી આ મામલે 30 નવેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી હતી.
 
સર્વોચ્ચ અદાલતે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે અને દોષિતોને સમય પહેલા છોડી દેવાના આદેશને રદ કરી દીધો છે. 11 દોષિતોની સમય પહેલા મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો અને તેના પરિવારના સભ્યો પર નિર્દયતાથી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. આ મામલામાં જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની વિશેષ બેંચે 12 ઓક્ટોબર 2023ના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.