સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 નવેમ્બર 2023 (09:29 IST)

અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: અજાણ્યા વાહનચાલકે કારને અડફેટમાં લેતા 2નાં મોત, બે ઇજાગ્રસ્ત

Ahmedabad-Bagodara
Ahmedabad-Bagodara
Ahmedabad-Bagodara Highway Accident - અમદાવાદમાં ફરી એકવાર દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાત્રે ચાર મિત્રો કાર લઈને જમવા નીકળ્યા બાદ અકસ્માત સર્જાતાં બે યુવકના મોત થયા છે. વિગતો મુજબ કારને અજાણ્યા વાહને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. અન્ય વાહનની ટક્કરથી સર્જાયેલ આ અકસ્માત એટલો દર્દનાક હતો કે બે યુવકોના તો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ તરફ અન્ય બે યુવકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.  
 
અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રિના સમયે બગોદરા હાઇવે પર રોયકા ચોકડી પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારને અજાણ્યા વાહને અડફેટે લેતા અકસ્માત થતાં 2 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ તરફ અકસ્માતમાં અન્ય 2 યુવકો ઈજાગ્રસ્ત થતાં એકને સોલા સિવિલ અને એકને બાવળા સિવિલમાં ખસેડાયો છે.  
 
પ્રાથમિક વિગતો મુજબ મૂળ બાવળા ગ્રામ્ય વિસ્તારના રહેવાસી ચાર મિત્રો કાર લઈને રાત્રિના સમયે જમવા નીકળ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા વાહનને તેમની કારને અડફેટે લીધી હતી. જેમાં ગંભીર ઇજાઓને કારને બે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જોકે અન્ય બે યુવકોને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ ઘટનાને લઈ બગોદરા પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.