શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (20:13 IST)

હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, રાજુ ભટ્ટે પીડિતા પર દુષ્કર્મ આચર્યા બાદ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતુ

ગોત્રી દુષ્કર્મ કેસમાં પકડાયેલા રાજુ ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુધવારે છ કલાક સુધી પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં તેણે પોતે નિર્દોષ હોવાનું ગાણુ ગાયું હતું અને કહ્યું હતું કે તેણે પિડીતા પર કોઇ પ્રકારનું દુષ્કર્મ કર્યું ન હતું અને જે કંઇ થયું તે પરસ્પર સહમતિથી થયું હતું. રાજુએ નિસર્ગ એપાર્ટમેન્ટના ફલેટમાં બે વાર સંબંધ બાંધ્યાની કબૂલાત કરી હતી.  પોલીસે રાજુ ભટ્ટના રિમાન્ડ મેળવવા માટે અલગ-અલગ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યાં હતા. પોલીસે રિમાન્ડ અરજીમાં જણાવ્યું છે કે, આરોપી રાજુ ભટ્ટે પીડિતા પર દુષ્કર્મ આચર્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું
 
દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી રાજુ ભટ્ટના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. આજવા રોડના મકાનમાં ગયો હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. ઘરમાં કઇ જગ્યાએ બળાત્કાર કર્યો તે બાબતે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન પંચનામુ કરવા આરોપીની પોલીસ કસ્ટડીમાં હાજરીની જરૂરીયાત છે. જૂનાગઢથી ઝડપાયા બાદ પોલીસે હાલ રાજુ ભટ્ટની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે ત્યારે તેની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવશે એવુ માનવામાં આવી રહ્યુ છે 
 
- પીડિતાના ફ્લેટમાં સ્પાય કમેરા કોણે લગાવ્યા અને ક્યાંથી ખરીદ્યા તેની તપાસ કરવાની છે
- પીડિતા સાથે દુષ્કર્મ આચર્યુ તેના ફોટો આરોપીઓ પાસે કેવી રીતે આવ્યા તેની તપાસ કરવાની છે
- પીડિતાના ફોટો વાયરલ કરવામાં કોણ કોણ સંડોવાયેલુ છે તે બાબતે પુરાવાઓ એકત્રિત કરવાના છે
- આરોપીએ પીડિતા પર દુષ્કર્મ આચર્યા બાદ તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું. 
- ઘરમાં કઇ જગ્યાએ બળાત્કાર કર્યો તે બાબતે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવાનું છે
- આરોપી પીડિતાને ક્યારથી ઓળખે છે. તે પીડિતાને હોટલ હાર્મનીમાં મળેલા કે નહીં અને ક્યાં ક્યાં મળેલા અને શા માટે, તેની તપાસ કરવાની છે
-આરોપીને કોને કોને આશ્રય આપ્યો તેની પૂછપરછ થશે
- આરોપી ગોળ ગોળ વાતો કરીને એક જ વાતને વળગી રહ્યો છે, જેથી ગુનાના મૂળ સુધી પહોંચવા કસ્ટડીની જરૂરીયાત છે
- સહારાની ડીલની શું હકીકત છે, તેમાં કોણ કોણ ઇન્વેસ્ટર છે અને કોણ કોણ સંડોવાયેલા છે
આરોપીએ કોના કોના માધ્યમથી સમધાનના પ્રયાસો કર્યાં તેની તપાસ કરવાની છે