શનિવાર, 31 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (11:54 IST)

અમદાવાદના 10 પોલીસ કર્મીને ર મહિનામાં ફાંદ ઘટાડવા ચેતવણી

Ahemadabad police
અમદાવાદના ઈસાનપુર પોલીસ સ્ટેશનની મુલાકાત વખતે સેકટર-રના એસીપી અશોક યાદવે 10 પોલીસ કર્મચારીઓને તેમના વજનને કારણે લબળી ગયેલા પેટ સાથે નિહાળ્યા બાદ ર મહિનામાં ઘટાડી તેઓને રિપોર્ટ કરવા માટે જણાવ્યું હતું.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે બુધવારે સાંજે યાદવ જ્યારે તેમની રૂટીન વિઝીટ માટે આવ્યા હતા. ત્યારે 150 અધિકારીઓને મળ્યા હતા. ત્યારે કેટલાકને બોલાવીને વ્યક્તિગત રીતે તેમના યુનિફોર્મ અને બેચમાં રહેવા માટે ટકોર કરી હોવાનું એક સિનીયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમજ ઈસાનપુર પોલીસ સ્ટેશનમાં કુલ રપ પોલીસ કર્મીઓને ખખડાવી નાખ્યા હતા. જેમાંના 10 મેદસ્વિતા ધરાવતા સાથે વધુ વજન ધરાવતા હતા. એક પોલીસે હંમેશન ફીટ તથા સંપૂર્ણ યુનિફોર્મમાં જ સજ્જ રહેવું જોઇએ. જ્યારે કેટલાક જૂતાં પણ બરાબર પહેર્યા ન હતા. એવું યાદવે જણાવ્યું હતું.આ અગાઉ નવેમ્બર ર017માં પ7 પોલીસ કર્મીઓને વધારે વજન બદલ મેમો આપવામાં આવ્યા હતા. જેમાં તેમને વજન ઘટાડવા માટે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત વધુ વજન ધરાવતા પોલીસને રોજના 10 કિલોમીટર ચાલવા તથા તમાકુ તથા જંકફુડ ન લેવાની સલાહ આપવામાં આવી હતી. જો આ પોલીસ કર્મી ચોકકસ સમયગાળામાં વજન ઘટાડવા માટે પ્રયત્ન હાથ નહિં ધરે તો તેમને દંડ ફટકારવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવી હતી.