બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (08:59 IST)

વડાપ્રધાનનાં આગમનને પગલે શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું

ahmedabad
-અમદાવાદ શહેરને નો ડ્રોન ફલાયિંગ ઝોન 
-સ્ટેડિયમ બહાર લોખંડી બંદોબસ્ત 
- 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જનપથ ટી થી લઈને મોટેરા સ્ટેડિયમ સુધી રસ્તો બંધ

Ahmedabad police Notification- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ગુજરાતના પ્રવાસે છે. જ્યાં વડાપ્રધાન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.
 
એકવાર ગુજરાતના મહેમાન બનશે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીના એક દિવસીય ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ છે.  22 તેમજ 24 અને 25 દરમિયાન ગુજરાત પ્રવાસે આવશે. 
. 22 પીએમ મોદી વિસનગરનાં તરભ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે
24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ
 
22 ફેબ્રુઆરીનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનનાં આગમનને લઈ અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. પીએમ મોદીનાં કાર્યક્રમને લઈ અમદાવાદ શહેર પોલીસે સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જનપથ ટી થી લઈને મોટેરા સ્ટેડિયમ સુધી રસ્તો બંધ રહેશે.

22 ફેબુઆરીના કાર્યક્રમ ને ધ્યાનમાં લઈને અમદાવાદ પોલીસ દ્વારા સ્ટેડિયમ બહાર લોખંડી બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. તો વળી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરને નો ડ્રોન ફલાયિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે જે જાહેરનામું સવારના 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી અમલી રહેશે.
 
અમદાવાદ શહેર પોલીસે સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જનપથ ટી થી લઈને મોટેરા સ્ટેડિયમ સુધી રસ્તો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એટલે આજે અમદાવાદીઓને અને ગાંધીનગરથી આવતા લોકોને ખાસ આ વાતનું ધ્યાન રાખવું પડશે.