હાલોલમાં 14 ઈંચ વરસાદ, આજવા ડેમના 65 દરવાજા ખોલતા વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક

aajwa
વડોદરા:| Last Modified ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (18:25 IST)
વડોદરામાં હજુ ભારે વરસાદ બાદ પાણી ઓસર્યા નથી ત્યારે શહેર નજીક આવેલા હાલોલમાં પણ આભ ફાટ્યુ છે. હાલોલમાં બુધવાર રાત્રે 10 વાગ્યથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો હાલોલ પાસે આવેલા જાણાતી યાત્રાધામ પાવાગઢમાં પણ અનરાધાર વરસાદથી જળબંબાકાર થયું છે. પાવાગઢના ડુંગર પરથી સંખ્યાબંધ નાના મોટા ધોધ ફરીથી વરસાદના પગલે સક્રિય થયા છે. જેના કારણે હાલોલના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
aajwa
હાલોલ પાવાગઢ રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે, બાદમાં ઝાડને રસ્તા પરથી દુર કરાયું હતું. હાલોલ અને આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે આજવા સરોવરમાં પણ ભરપૂર પાણી આવતા આજવા ઓવરફ્લો થયુ છે. જેના કારણે આજવાના 65 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ડેમની સપાટી 212.50 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાં એટલે હોલોલ, કાલોલમાં ભારે વરસાદને કારણે સરોવરમાં પાણીની આવક વધી રહી છે. હવે આ પાણી વિશ્વામિત્રીમાં આવી રહ્યુ છે. પહેલા જ વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. ત્યારે અહીં વધારે પાણી આવતા સ્થિતિ ભયજનક બની શકે છે.
aajwa
વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકને લઇને વડોદરા શહેરમાં પૂરની સ્થિતી સર્જાઈ છે. વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ધૂસી જવાના પગલે શહેરના અનેક વિસ્તારોમાં ગરકાવ થયા છે. દરમિયાન રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદના પગલે ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમએ વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો છે.


આ પણ વાંચો :