શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 ઑગસ્ટ 2019 (12:10 IST)

મહિલાઓ થેલીમાં શાક લાવવાનો સંકલ્પ કરે તો પણ દેશ બદલાઈ શકેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિજય રૂપાણીએ ઈલેક્ટ્રિક બસોનું અને રાણીપના બેટરી સ્વેપ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ કર્યું હતું. વૃક્ષારોપણ બાદમાં અમિત શાહે સંબોધનમાં જણાવ્યું હતું કે, કોઈ છોકરો ટ્રાફિક નિયમના પાલન સંકલ્પ લે તો પરિવર્તન લાવી શકે છે. મહિલાઓ થેલીમાં શાક લાવવાનો સંકલ્પ કરે તો પણ દેશ બદલાઈ શકે.

અમિત શાહે સંબોધનમાં જણાવ્યું હતું કે, દરેક નાગરિકોએ વૃક્ષારોપણમાં સાથ આપ્યો છે. દરેક સોસાયટીઓએ ઓછામાં ઓછા પાંચ વૃક્ષ વાવ્યા છે. અમદાવાદમાં 10.87 લાખ અને અમદાવાદ જિલ્લામાં કુલ 24 લાખ વૃક્ષ વાવ્યા છે. વૃક્ષો જ આપણને બચાવી શકશે. સરદાર સરોવર ડેમની કામગીરી પણ નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં જ થયું છે. સ્વચ્છતા અને પર્યાવરણમાં અવરોધ પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક મુક્ત ભારતની નરેન્દ્રભાઈએ શરૂઆત કરી છે. ગાય જ્યારે પ્લાસ્ટિક ખાઈ જાય અને પેટમાંથી 10 કિલો કાઢવું પડે ત્યારે ગાયને કેટલી વેદના થાય. બહેનોને કપડાંની થેલી લઈ અને શાકભાજી લેવા જાય. ભલે થોડું જૂનવાણી લાગે પણ કપડાંની થેલી લઈ વસ્તુઓ લેવા જાય. ખાદી, કંતાન અને કપડાંની થેલી વાપરો. દુકાનદારોને પણ કપડાંની થેલી વેચે છે. ગુજરાતની બહેનોને કપડાંની થેલી વાપરે તેવી અપીલ કરું કે શરૂઆત અમદાવાદની બહેનો કરે. 130 કરોડ લોકો સંકલ્પ લે તો વિશ્વમાં આગળ વધીએ. સંકલ્પ લેવા માટે ફરી એકવાર પ્લાસ્ટિક મુક્ત માટે કહી અને કપડાંની થેલી વાપરો. કામ ઝડપથી પૂરું કરવામાં આવે. સમગ્ર ગુજરાતના લોકોને આહવાન કરું છું કે 2 ઓક્ટોબરે કોઈ એક સંકલ્પ લે. ભલે નાનો હોય પણ તે દેશને પરિવર્તન લાવે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારત દેશની જનતા ઇચ્છતી હતી કે આપણો દેશ અખંડિત,એક બને. દેશની સામે કોઈ નજર ન ઉઠાવે પણ કલમ 370 દેશની એકતા અને અખંડિતતા માટે ઉણપ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 ને એક જ ઝાટકે હટાવીને ઇતિહાસ રચ્યો છે.