રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 15 નવેમ્બર 2019 (11:49 IST)

અમૂલમાં દૂધની આવક 32 લાખથી ઘટીને 22.5 લાખ લિટર થઇ ગઈ

અમૂલમાં દૂધની આવક વધીને દરરોજના 32 લાખ લિટર સુધી પહોંચ્યું હતું. દેશભરમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. હાલમાં અમૂલમાં રોજ 22.5 લાખ લિટર જ દુધ સુધી પહોંચે છે.’ તેમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને ચેરમેન રામસિંહ પરમારે ગુરુવારના રોજ નડિયાદ ખાતે યોજાયેલા સહકારી સપ્તાહની ઉજવણી સંદર્ભે મળેલી સભામાં ચિંતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રામસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોએ ઘર ચલાવવા ખેતી સાથે પશુપાલન કરવું જોઈએ. તો જ ભવિષ્ય બનશે. અગાઉ પશુપાલનને પ્રોત્સાહન આપવા કેડીસીસી બેન્ક અને અમૂલ દ્વારા લોન આપતા દૂધની આવક વધી હતી. હજુ ગયા વરસે જ અમૂલમાં રોજ 32 લાખ લિટર દૂધ આવતું હતું. જેના પગલે દૂધની બાય પ્રોડક્ટ બનાવવામાં આવી હતી. દૂધની પીક સિઝન હજુ આવી નથી. શિયાળો જામશે તેમ દૂધ વધશે. જોકે, હજુ વિયાણ ચાલુ જ થયું છે. આ વખતે વિયાણ મોડું છે. ત્રણેક વરસમાં આવી ખાસ સાઇકલ આવતી જ હોય છે. ધીરે ધીરે વધશે. પરંતુ હાલ સાઇકલ મોડી છે.