શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 નવેમ્બર 2019 (14:42 IST)

ગુજરાત સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, રાજ્યની 16 ચેકપોસ્ટ કરી નાબૂદ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યની વિવિધ ૧૬ ચેકપોસ્ટ નાબૂદ કરવામાં આવી છે. ત્યારે ૨૦ નવેમ્બરથી રાજ્યમાં ૧૬ ચેકપોસ્ટો નાબૂદ કરાશે. ત્યારે ૨૦ નવેમ્બરથી આ ૧૬ ચેકપોસ્ટો નાબૂદ કરતા વાહનોની ઊભા રહેવું નહિ પડે. તેઓની ગાડી સડસટાટ નીકળી જશે. આ નિર્ણયથી ઈંધણની બચત થશે. સાથે જ રાજ્યની ચેકપોસ્ટો ઉપર ભારે માલવાહક કંપનીનો ચાર્જ ડાયરેક્ટ માલિકના ખાતામાંથી જમા થશે. 
 
૧. ગુજરાત સરકાર ઐતિહાસિક નિર્ણય દ્રારા વાહન વ્યવહાર ખાતા હસ્તકની ૧૬ ચેકપોસ્ટ કાયમી ધોરણે તા. ૨૦.૧૧.૨૦૧૯ નાબુદ કરવાનો જાહેર કરે છે. 
૨. ઓવર ડાયમેન્શન કાર્ગો (ઓડીસી) મોડયુલ પર વાહન માલિક કે ટ્રાન્સપોર્ટર વાહન અને માલ સંબંધિત સ્વૈરછિક જાહેરાત દ્રારા વાહન અને માલની લંબાઇ, પહોળાઇ, ઉંચાઇ જાહેર કરી શકશે અને ભરવાપાત્ર રકમ ઓનલાઇન ભરી શકશે. 
૩. જો કોઇ વાહન માલિક ખોટી માહિતી ઓનલાઇન જાહેર કરશે અને પકડાશે તો બમણાં દંડની વસુલાત કરવામાં આવશે. 
૪. ઓડીસ મોડયુલ દ્રારા બસ અને ટેક્ષી-મેક્ષીની ટેક્ષ અને ફી પણ ઓનલાઇન ભરી શકાશે. ઓનલાઇન ભરવામાં આવેલ ટેક્ષ અને ફી ની ચકાસણી QR Code સ્કેનર દ્રારા થઇ શકશે. આ QR Code રીસીપ્ટ Encrypted સ્વરૂપમાં હશે.  રસીદની સાથે કોઇ છેડછાડ થઇ શકશે નહીં. 
૫. ચેકપોસ્ટ નાબુદ કરવાથી રાજય સરકાર રોડ સેફટી માટે કોઇ સમાધાન કરવામાં આવશે નહીં. 
૬. પરવાનગી ફકત વાહનના માપ અને માલના ઓવરડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડયુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. 
૭. પ્રચાર-પ્રસારથી અન્ય રાજયના ટ્રાન્સપોર્ટ એસોસીએશન અને ટ્રક એસોસીએશનને જાગૃત કરવામાં આવેલ છે. 
૮. ચેકપોસ્ટના વિકલ્પરૂપે વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકવામાં આવશે. 
૯. હાલ ગુજરાત રાજયની ચેકપોસ્ટ પરની આવક રૂા. ૩૩૨ કરોડ ચેકપોસ્ટ ઉપર વસુલ કરવામાં આવતી હતી. તે હવે જે આવક ઓવરડાયમેન્શન (ઓડીસી) મોડયુલ દ્રારા વસુલ કરવામાં આવશે. 
૧૦. આ નિર્ણયથી ગુજરાત રાજય અને દેશના વાહન વ્યવહાર ઝડપી, કાર્યક્ષમ અને નફાલક્ષી, પારદર્શક બનશે. Ease of Doing Business ની દિશામાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ કદમ છે.