1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Anti Child Marriage Law

ગુજરાતમાં બાળલગ્ન વિરોધી કાયદાનાં ચિંથરે ચિંથરા, 427 સગીરા ગર્ભવતી બની હોવાનો ખુલાસો

Botad
મહેસાણા જિલ્લામાંથી સગીર વયની કિશોરીઓ ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.  જે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ માત્ર સવા આઠ મહિનાના ટૂંકા ગાળામાં 13 થી 17 વર્ષની વયજૂથની કુલ 341 સગીર બાળાઓ ગર્ભવતી બની હોવાના આંકડા સરકારી દફતરે નોંધાયા છે. 
 
આંકડા બતાવે છે કે હજુ પણ સમાજને કુરિવારોજમાંથી મુક્તિ મળી નથી. બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા કહે છે બાળલગ્ન બંધ થયા નથી. બાળકોને સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્ય આપવાના સરકારના પ્રયાસ નિરર્થક છે. સરકારી અને અધિકારીઓથી છુપાવીને આજે પણ સમાજમાં લગ્ન થાય છે. આરોગ્ય વિભાગ મુજબ આ લોકોની નોંધણી માત્ર સગર્ભા મહિલા તરીકે કરી છે. લગ્ન થયા છે કે નહીં એ તપાસનો વિષય છે. જો વાત આવી હોય તો આ સ્થિતિ વધુ ચિંતાજનક છે. 
 
આરોગ્ય વિભાગ દ્વારા તમામ સગીરાઓની તબીબી ચકાસણી શરૂ કરવામાં આવી છે, જેથી તેમની સુરક્ષા, આરોગ્ય અને જરૂરી સારવાર સુનિશ્ચિત કરી શકાય. સાથે સાથે વહીવટી તંત્ર પણ આ કેસોના મૂળ કારણો અને પરિસ્થિતિઓની તપાસ કરી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય.
આગળનો લેખ
ઉસ્માન હાદીની હત્યા શું એક કાવતરું હતું? ચૂંટણી પહેલા બાંગ્લાદેશ ભારત વિરોધી નારાઓથી કેમ ઉકળી રહ્યું છે?