શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2022 (17:50 IST)

Apple ફેંસને મોટો આંચકો, iPhone 14ના લોન્ચ થયા બાદ બંધ થઈ જશે કંપનીનો આ સસ્તો ફોન

Apple આ વર્ષના અંતમં iPhone 14 સીરીજ લોંચ કરશે જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોંચ થયેલા  iPhone 13 સીરીઝનુ સ્થાન લેશે.  IPhone 14 સીરીજ લોંચ થવાની સાથે એ શક્યતા છે કે Apple iPhone 11 ને બંધ કરી દે. જે એક એવો સ્માર્ટફોન  જે 2019માં લોન્ચ થયા બાદ  Apple માટે ખૂબ લોકપ્રિય સાબિત થયો છે.  iDropNews નામની વેબસાઈટની એક રિપોર્ટ મુજબ Apple નો iPhone 11 બંધ થઈ જશે. iPhone 11 આ વર્ષના અંતમાં iPhone 14 સીરીજના લોન્ચ થયા પછી બંધ થઈ શકે છે. 
 
iPhone 11 એ 2020 માં વિશ્વમાં સૌથી વધુ વેચાતો સ્માર્ટફોન હતો. હવે, જ્યારે iPhone 11 iPhone SE 2022 કરતાં બે વર્ષ જૂનો છે, ત્યારે કેમેરા અને મોટી સ્ક્રીનને કારણે તેનું વેચાણ વધુ થયું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે iPhone 14 સિરીઝના લોન્ચિંગ બાદ iPhone 12 સિરીઝની કિંમતમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. Apple એ iPhone 13 સિરીઝના લોન્ચ પછી iPhone 12 Pro મોડલને બંધ કરી દીધું હતું, પરંતુ સ્માર્ટફોન હજુ પણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને અન્ય છૂટક દુકાનો પર ખરીદી માટે ઉપલબ્ધ છે.

iPhone 11 2019 માં iPhone 11 Pro અને iPhone 11 Pro Maxની સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો. iPhone 11 નોચ સાથે 6.1-ઇંચ લિક્વિડ રેટિના LCD ડિસ્પ્લે સાથે આવે છે. તે Apple A13 બાયોનિક ચિપસેટ દ્વારા સંચાલિત છે અને તેમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં બે 12-મેગાપિક્સલ શૂટર્સનો સમાવેશ થાય છે. iPhone 11 હાલમાં Appleની સત્તાવાર વેબસાઇટ પર 49,900 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ છે. iPhone 11 ના ખરીદદારો એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા અન્ય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ એક્સચેન્જો અને બેંક ઑફર્સ દ્વારા કિંમતમાં વધુ ઘટાડો કરી શકે છે.