શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (17:12 IST)

બેટી પઢાઓ બેટી બચાવોના માત્ર નારા, વડોદરાની ૧૦,૦૦૦ દીકરીઓની ફી હજુ સુધી સરકારે ભરી નથી

'બેટી બચાવો બેટી પઢાઓ'ના નારાઓથી રાજ્યભરમાં ગરીબ પરિવારની દીકરીઓને એક તબક્કે એવી આશા જાગી હતી કે હવે તેમના માટે સરકાર  આગળ આવી છે અને તેના ભવિષ્યને ઉજળુ કરશે પરંતુ સરકારનું હવે બેટી પઢાઓ અભિયાન પણ ફારસરૃપ સાબીત થઇ રહ્યુ છે. સત્રની શરૃઆતમાં સરકારે ગ્રાન્ટ એઇડ શાળાઓની ધો.૯ થી ૧૨ની દીકરીઓની ફી ભરવાની જાહેરાત કરી હતી. ફીના નાણા નહી આવતા શાળાઓ પણ મુશ્કેલીમાં મુકાઈ છે. 

સરકારે આ શૈક્ષણિક સત્રના પ્રારંભમાં મોટાપાયે એવી જાહેરાત કરી હતી કે બેટી પઢાઓ અભિયાન અંતર્ગત હવે રાજ્યમાં ગ્રાન્ટ એઇડ શાળાઓમાં ભણતી ધો.૯ થી ૧૨ની દીકરીઓની ફી સરકાર ભરશે. આ જાહેરાતથી ખુશીની લહેર જોવા મળી હતી પરંતુ આ શૈક્ષણિક સત્ર પુરૃ થવાને હવે માંડ ૩ મહિના બાકી રહ્યા છે પણ સરકારે હજુ સુધી એક પણ દીકરીની ફી ભરી નથી. વડોદરામાં ગ્રાન્ટ એઇડ શાળાઓમાં અભ્યાસ કરતી આવી ૧૦,૦૦૦થી વધુ દીકરીઓ છે જે બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ફીની રાહ જોઇ રહી છે. સ્વાભાવીક છે કે સરકારે જાહેરાત કરી હોવાથી આ દીકરીઓના વાલીઓએ શાળાઓમાં ફી જમા કરવી નથી જેના કારણે ૯ મહિનાથી લાભાર્થી દીકરીઓની ફી શાળામાં આવી નહી હોવાથી શાળા સંચાલકો પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનિય છે કે ગ્રાન્ટ એઇડ શાળામાં ધો.૧ થી ૮નું શિક્ષણ તો નિઃશુલ્ક છે સાથે સાથે સરકારે ધો.૯ થી ૧૨ની દીકરીઓની ફી ભરવાની જાહેરાત તો કરી હતી પરંતુ ફી હજુ સુધી ભરાઇ નથી