શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (16:54 IST)

પારિવારિક શાંતિ અને પરમાત્મ અનુભૂતિ શિબિર’

બ્રહ્માકુમારીઝ ગાંધીનગર સેવાકેન્દ્રના ૪૦મા વાર્ષિકોત્સવ નિમિત્તે, રંગમંચ, સેકટર-૨૮, ગાંધીનગર ખાતે આદરણીય ઉષા દીદીની અમૃતવાણીમાં આયોજિત પારિવારિક શાંતિ અને પરમાત્મ અનુભૂતિ શિબિરનો સેંકડો ભાઈ બહેનોએ લાભ લઈ આત્મા, પરમાત્મા, સ્વધર્મની સાચી ઓળખ મેળવેલ. ઉપસ્થિત શિબિરાર્થીની માંગને લક્ષ્યે લઈ શિબિરાના ચોથા અને છેલ્લા દિવસે સમાપનમાં રાજયોગિની કૈલાશ દીદીજીએ ખુશ ખબર સંભળાવતાં ૨૨ નવેમ્બર, ૨૦૧૯ શુક્રવારથી સવારે ૭ થી ૮ અને રાત્રે ૮ થી ૯, બ્રહ્માકુમારીઝ, શિવશક્તિ ભવન, ઈન્કવાયરી ઓફિસ પાસે, સેકટર-૨૮, ગાંધીનગર ખાતે શરૂ થતી એડવાન્સ રાજયોગ શિબિરની જાહેરાત કરી  તે માટે સૌને હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે. તથા જે ભાઈ બહેનો આ સમય દરમ્યાન આવી ના શકે તેઓ આજ સ્થળે સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ અને સાંજે ૪.૦૦ થી ૭.૦૦ અનુકૂળતાએ એક કલાક માટે આવી શિબિર / એડવાન્સ રાજયોગ શિબિર કરી શકે છે