શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (14:55 IST)

સુરતના વૃદ્ધની આંખમાંથી નિકળ્યો 7 સેંટીમીટર લાંબો જીવતો કિડો

ભરૂચ નજીક એક નાનકડા ગામમાં રહેનાર 70 વર્ષીય જશુ પટેલની જમણી આંખમાં ગત બે મહિનાથી ભયાનક દુખાવો થઇ રહ્યો હતો. ડોક્ટર પણ હેરાન હતા કારણ કે કોઇપણ દવા કામ કરી રહી ન હતી. કોઇ રસ્તો ન મળતા ડોક્ટરોએ માઇક્રોસ્કોપ વડે તેમની આંખની તપાસ કરી. આ દરમિયાન ડોક્ટરોને આશ્વર્યચકિત થઇ ગયા. વૃદ્ધની આંખમાં ડોક્ટરોને 7 સેંટીમીટરનો એક જીવતો કીડો મળ્યો હતો. 
 
ડોક્ટરોએ કહ્યું કે આંખનું ઓપરેશન ખૂબ જોખમી હતું પરંતુ તેમની પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. સર્જનએ જાશુ પટેલની આંખમાંથી કીડાને સફળતાપૂર્વક દૂર કર્યું. ભરૂચની નારાયણ હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રમાં આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ડોક્ટર મિલન પંચાલે કહ્યું, ‘આ  દુર્લભ કેસ છે. આ કીડો આંખના સફેદ ભાગમાં હતો.
ડોક્ટર પંચાલે કહ્યું કે 'દર્દીની ઉંમરને ધ્યાનમાં રાખવામાં આવી અને તેમને આ ઓપરેશન સાથે જોડાયેલા ખતરા વિશે જણાવવામાં આવ્યું. લગભગ 30 મિનિટ સુધી ચાલેલા ઓપરેશન બાદ અમે સફળતાપૂર્વક લાંબા કીડાને કાઢવામાં સફળ રહ્યા. જશુ પટેલ અપરણિત છે અને મુંબઇના વિરાર વિસ્તારમાં રહે છે. વિરારમાં તે એક કિચનમાં કામ કરે છે. શાકભાજી કાપવી અને ગાયનું દૂધ દોહવું તેમનું રોજનું કામ છે. 
 
ચિકિત્સા વિશેષજ્ઞોનું કહેવું છે કે આ કીડો કોઇપણ પ્રકારે તેમના લોહીમાં ઘૂસી ગયો અને શરીરની અંદર મોટો થઇ ગયો. ડોક્ટરોને શંકા છે કે જશુ પટેલને 12 વર્ષ પહેલાં એક કુતરો કરડ્યો હતો. તેના દ્વારા કીડો તેમના શરીરમાં ઘૂસી ગયો. સુરતના ન્યૂ સિવિલ હોસ્પિટલની ડોક્ટર પ્રીતિ કાપડિયાએ કહ્યું કે આ ખૂબ જ મહત્વપૂર્ણ કેસ છે કારણ કે આ આંખના પડ પર કીડો છે જાણવું ખૂબ મુશ્કેલ હતું.