શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 ઑક્ટોબર 2019 (12:46 IST)

ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીના પરિણામો કોંગ્રેસની પ્રાદેશિક નેતાગીરીનું ભાવિ નકકી કરશે

લોકસભાની ચૂંટણીમાં મીંડુ મુકાવ્યા છતાં ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના માથા સલામત રહ્યા હતા, પણ વિધાનસભાની 6 બેઠકોની પેટાચૂંટણી કદાચ જુદી સ્ટોરી છે. કોંગ્રેસ જો આ છ બેઠકોમાં ખરાબ દેખાવ કરશે તો હાઈકમાન્ડહ કદાચ પ્રાદેશિક નેતાગીરીમાં ધરમૂળથી ફેરફારો કરશે. પક્ષના અંદરના ખબરિયા કહે છે કે દિલ્હીએ પેટાચૂંટણી માટે રાજયની નેતાગીરીને છૂટો દોર આપ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક નેતાગીરી સામે પક્ષમાં અસંતોષનો ચરુ ઉકળતો રહ્યો છે. રાહુલ ગાંધી દ્વારા નેતાગીરીથી પેઢી બદલવાના પ્રયાસો અહીંના વરિષ્ઠોને ગમ્યા નહોતા. લોકસભાની ચૂંટણી પછી પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ઓફર કર્યું હતું.

લોકસભાની ચૂંટણી પહેલા સ્થાનિક નેતાગીરીથી નારાજ વરિષ્ઠ નેતાઓની એક બેઠક મલી હતી. એમાં હવે ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે પણ હાજરી આપી હતી. જો કે એ વખતે પક્ષના હાઈકમાન્ડે અસંતોષની આગ બુઝાવી હતી, પણ પરિણામ શૂન્ય રહ્યું હતું. હવે પક્ષ છોડી ગયેલા ઠાકોર અને તેના ગાઢ સાથીદાર ધવલસિંહ ઝાલા માલા ભાજપનાં ઉમેદવાર તરીકે યાવનપુર અને બાયડની પોતાની અગાઉની બેઠકોની પેટાચૂંટણી લડી રહ્યા છે. છ બેઠકોમાં આમ કોંગ્રેસે 2017માં જીતેલી છે, જયારે ચાર ભાજપ ધારાસભ્યો લોકસભામાં વિજયી બનતા તેમના રાજીનામાથી ખાલી પડી છે. કોંગ્રેસ માટે ખાસ કરીને અલ્પેશ ઠાકોરને હરાવવાનો પડકાર છે. રીતે તે પક્ષના ધારાસભ્યોને મેસેજ આપી શકશે કે પક્ષપલ્ટુઓને પ્રજા સ્વીકારતી નથી. કોંગ્રેસ જે વયે બેઠકો ગુમાવશે તો પ્રાદેશિક નેતાગીરીમાં ફેરફાર ઉપરાંત પક્ષના વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શકયતા છે.