ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (14:08 IST)

પાટીલનો ચાઇના પ્રેમ- પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ચાઇનીઝ ટેબલેટનુ વિતરણ કર્યુ

ભાજપના પ્રદેશ પ્રમુખને ભારતની એકેય કંપનીના ટેબલેટ જ પસંદ આવ્યા નહીં પ્રદેશ કારોબારીમાં જ આત્મનિર્ભરની જોરશોરથી વાતો કરવામાં આવી હતી અને ભાજપે જ આત્મનિર્ભરનો જાણે છેડ ઉડાડી દીધો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખને ભારતની એકેય કંપનીના ટેબલેટ જ પસંદ આવ્યાં નહીં. પાટીલે જ ચાઇનીઝ ટેબલેટની પસંદગી કરી હતી. 
 
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો ચાઇના પ્રેમ જાણે છલકાઇ રહ્યો હોય તેવુ પ્રસૃથાપિત થયુ છે કેમકે, લોકોને ચીનની ચીજવસ્તુનો બહિષ્કાર કરવાની સુફિયાણી સલાહ આપનારાં પાટીલે કેવડિયા કોલોની ખાતે આયોજીત પ્રદેશ ભાજપની કારોબારીમાં ચાઇનીઝ ટેબલેટનુ વિતરણ કર્યુ હતું .જે ચર્ચાનો વિષય બન્યો છે.