1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 માર્ચ 2018 (12:55 IST)

Chhota Udepur News - ST પ્રમાણપત્ર બાબતે આદિવાસીઓએ આપ્યું છોટાઉદેપુર બંધનું એલાન

છોટાઉદેપુરમાં આજે જાતિના પ્રમાણપત્રને લઈને ચાલી રહેલા આંદોલન બાદ આદિવાસીઓએ આજે બંધનું એલાન આપ્યું છે. જેને પગલે તેણે માર્કેટ તથા અન્ય દુકાનો બંધ કરાવીને રસ્તા રોકો આંદોલન શરૂ કરાવ્યુ છે. તેમણે એસટી સહિતના વાહનોને પણ રસ્તા પર રોક્યા હતા. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં આજે રાઠવા સમાજે જાતિના પ્રમાણ પત્રને લઈને બંધનું એલાન આપ્યું છે. જાતિને લઈને આપેલું પ્રમાણપત્ર ખોટુ હોવાની નોટિસો મળ્યા બાદ રાઠવા સમાજનો વિરોધ દેખાયો હતો.

કેટલાક કર્મચારીઓનું પ્રમાણપત્ર ખોટુ હોવાની પણ નોટિસો મળી છે. તેથી રાઠા સમાજના લોકોએ આંદોલન છેડીને છોટાઉદેપુર બંધની જાહેરાત આપી હતી. સમાજના લોકોએ પાવીજેતપુમાં ચક્કાજામ કરાવ્યું હતું. તેમજ શાકમાર્કેટ અને દુકાનો બંધ કરાવી હતી. લોકોએ એસટી બસ સહિતના વાહનોને પણ રસ્તા પર રોકીને આંદોલન કર્યું હતું. આ માટે ક્વાંટ ખાતે જૈનમૂનિનાં 6 દિવસથી પ્રતિક ધરણાં ચાલી રહ્યા છે. આદિવાસીઓનાં સમર્થનમાં જૈન મુનિ રાજેન્દ્રમુની મ.સા.નાં પ્રતિક ધરણાં પણ છે.