મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 21 જૂન 2024 (08:33 IST)

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી

cm bhupendra patel
વિશ્વભરમાં આજે 10મા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ હાજરી આપી હતી
 
નડાબેટ ખાતે મહાનુભાવો તેમજ 2500થી વધુ લોકોએ યોગ અને પ્રાણાયામ કર્યા છે
 
નડાબેટમાં 2500 લોકોએ એક સાથે યોગ કર્યા.. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ સૌની સાથે મળીને યોગ કર્યા હતા.

 
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરવાનો શ્રેય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે. તેમની જ પ્રેરણાથી યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે.