1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (13:01 IST)

કોંગ્રેસના ઉમેદવારના ઘરે ટોયલેટ ન હોવાથી રદ થયું ઉમેદવારી પત્ર

ગુજરાતમાં યોજાનારી પંચાયત ચુંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરંતુ ઘરમાં ટોયલેટ ન હોવાથી ઉમેદવારી પત્ર રદ કર્યું હતું. અમદાવાદની સિંગરવા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર ક્રીના પટેલે સોમવારે ઉમેદવારી પત્ર ભરવા પહોંચી હતી. પરંતુ ઘરમાં ટોયલેટ ન હોવાથી તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું. કંભા ગામમાં ક્ર્રીનાના ઘરમાં ટોયલેટ નથી, ફક્ત એટલા માટે હવે પંચાયતની ચૂંટણી લડી શકશે. 
 
ક્રીનાના નોમિનિનેશન ફોર્મની તપાસ દરમિયાન ભજપના ઉમેદવારે તેમની ઉમેદવારી પર સવાલ ઉઠાવ્યા હતા. ભાજપન ઉમેદવારે કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર ક્રીના  પટેલએ પોતાના એફિડેવિટમાં ખોટું કહ્યું હતું કે કંભા ગામમાં તેમના ઘરે ટોયલેટ છે. જોકે કોંગ્રેસ ઉમેદવારે તે ગામમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી તે ગામામાંથી નોંધાવી જ્યાંથી પોતાનું નોમિનેશન ફાઇલ કર્યું હતું. 
 
દસક્રોઇની રિટર્નિંગ ઓફિસર કોમ પટેલે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ભાજપ ઉમેદવારે કોંગ્રેસ ઉમેદવાર્ર ક્રીના પટેલની ઉમેદવારી પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ક્રીનાએ પોતાના સોગંધનામાં ખોટું કહ્યું છે કે કંભા ગામમાં તેમના ઘરે ટોયલેટ છે. એસડીએમએ કહ્યું કે ક્રીનાએ એ પણ સ્વિકાર કર્યું કર્યું છે કે તેમના ઘરમાં ટોયલેટ નથી. તેમણે કોંગ્રેસ ઉમેદવારને તેને લેખિતમાં આપવા માટે કહ્યું હતું કે જેનો તેમને સ્વિકાર કર્યો, ત્યારબાદ પંચાયત ચૂંટણીમાં તેમની ઉમેદવારીને રદ કરવામાં આવી. 
 
ક્રીના પટેલ પાસે નરોડામાં એક ફ્લેટ, 15 લાખ રૂપિયાનું સોનું, 10 લાખ રૂપિયાની એસયૂવી કાર છે. પરંતુ તેમના ગામમાં ઘરે ટોયલેટ ન હોવાથી ચૂંટણીમાં ઉમેદવારી રદ કરવામાં આવી છે. 47 વર્ષની ક્રીના પટેલએ પોતાની નોમિનેશન સાથે પોતાનું વોટ આઇડી કર્દ સાથે જ 504 પટેલ વાસ, કંભા-2 દસક્રોઇ તાલુકાનું એડ્રેસ આપ્યું હતું. કોમલ પટેલે જણાવ્યું હતું કે તેમના ઘરમાં ટોયલેટ નથી. લેખિતમાં આપ્યા બાદ ક્રીના પટેલનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું. 
 
શપથ પત્રમાં તેમણે જાહેરાત કરી હતી કે તેમના ઘરમાં ટોયલેટ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું બાથરૂન ન હોવાની વાત સાચી છે તો તેમણે તેનો કોઇ જવાબ આપ્યો નહી. પછી તેમણે જણાવ્યું કે કંભા ગામમાં તેમના ઘરે ટોયલેટ નથી.