શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 જુલાઈ 2017 (12:25 IST)

કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાંથી 1500 કિલો હેરોઈન લઈ જતા વિદેશી જહાજને ઝડપી પાડ્યું

ગુજરાતમાં પોરબંદરના દરિયા કિનારે ફરી એક વાર  ભારતમાં સૌથી મોટા ૩૫૦૦ કરોડના ડ્રગ્સના ૧૫૦૦ કિલોના જથ્થો ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ, પોરબંદર પોલીસ સહિતની એજન્સીઓએ પકડી પાડતા ચકચાર મચી ગઇ છે. આ ડ્રગ્સ પ્રકરણમાં એક કપ્તાનને સહિત આઠ ક્રુ મેમ્બરને પકડવામાં આવ્યા છે. દરીયામાંથી પકડાયેલી એમ વી હેન્રી નામની બોટ દુબઇથી વાયા પાકિસ્તાન થઇ આવી હોવાના કારણે અન્ડરવલ્ડ કનેક્શન હોવાની વાતને નકારી ન શકાય તેમ એજન્સીઓ માની રહી છે.

શનિવારે મધરાત્રે સેન્ટ્રલ ઇનપુટ આધારે ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ, પોરબંદર પોલીસ, આઇસીજી, નેવી સહિતની એજન્સીઓ વોચમાં હતી. દરમિયાનમાં દરિયામાં અન્ય જહાજની રાહ જોઇ રહેલું એમ વી હેન્રી નામની ટગ બોટને ચારે તરફથી ગેરી લેવામાં આવી હતી. તેના પર તમામ ટીમોએ જઇને ક્રુ મેમ્બરને પકડી અટકાયત કરી બોટની તલાશી લેતા તેમાંથી ૧૫૦૦ કિલો જેટલુ હેરોઇન મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. બોટ પરથી આશરે ૩૫૦૦ કરોડનુ ૧૫૦૦ કિલો હેરોઇન કબ્જે કરવામાં આવ્યુ હતુ. એટીએસના એસપી હિમાંશુ શુકાલાએ જણાવ્યુહતુ કે, સેન્ટ્રલથી ઇનપુટ મળતા ડીવાયએસપી કે.કે.પટેલ સહિતની ટીમ પોરબંધરમાં ધામા નાખ્યા હતા.એટીએસના અધિકારીઓ સહિત એજન્સીઓએ બોટમાંથી પકડાયેલા શખસોની પુછપરછ કરતા અનેક ચોકાવનારી વિગોત ખુલવા પામી છે. 

પોરબંદરથી 210 નોટીકલ માઇલ દુર એક શંકાસ્પદ જહાજ જોવા મળ્યું હતું. જહાજમાં સવાર લોકોએ શરૂઆતમાં તે પનામા દેશમાં નોંધાયેલું પ્રીન્સ એન -2 હોવાનો તથા અલંગમાં જતું હોવાનો દાવો કર્યો હતો. ભાવનગર તપાસ કરતા આ પ્રકારનું કોઇ જહાજ અહીં ન આવતુ હોવાની વિગત કોસ્ટગાર્ડને મળી હતી. જેના પગલે ગાંધીનગર, પોરબંદર અને મુંબઇ કોસ્ટગાર્ડ સંકલન સાધ્યું હતું અને ઇલેકટ્રીક સર્વેલન્સ શરૂ કર્યુ હતું. બાદ હેલીકોપ્ટથી કોસ્ટગાર્ડનાં અધિકારીઓને ઉતારી તપાસ કરી હતી અને હેલીકોપ્ટર તથા કોસ્ટગાર્ડનાં જવાનોએ શીપ દ્વારા ઘેરાવ કર્યો હતો. તપાસ બાદ તેમાથી 1500 કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.આ જથ્થો જામનગર, ભાવનગર કે કચ્છનાં અખાતનાં રણમાં ઉતારવાનો હોવાનું કોસ્ટગાર્ડે જણાવ્યું હતું.