રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 જૂન 2022 (08:23 IST)

આણંદમાં કોમી અથડામણ, બે સમુદાયો વચ્ચે ઘર્ષણ, કોંસ્ટેબલ સહીત 4ને ઈજા

violence
ગુજરાતના આણંદ જિલ્લામાં કોમી અથડામણ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. તો બીજી તરફ પોલીસે આ કેસમાં 14 લોકોની ધરપકડ કરી છે, જ્યારે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. તેમજ રબરની ગોળીઓ પણ છોડવામાં આવી હતી. પોલીસે સંવેદનશીલ સ્થળોની ઓળખ કરી લીધી છે અને મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.
 
એક અધિકારીએ જણાવ્યું હતું કે, “શનિવારની રાત્રે બોરસદ શહેરમાં વિવાદિત પ્લોટ પર ઈંટો નાખવાને લઈને અથડામણ થઈ હતી. આ સંદર્ભમાં પોલીસે 14 લોકોની ધરપકડ કરી છે. નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલે જણાવ્યું હતું કે પોલીસે ભીડને વિખેરવા માટે લગભગ 50 ટીયર ગેસ અને 30 રબરની ગોળીઓ છોડી હતી. તેમણે કહ્યું કે શહેરમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.
 
નાયબ પોલીસ અધિક્ષકે કહ્યું, “શનિવારની રાત્રે લગભગ 9.30 વાગ્યે, એક સમુદાયના કેટલાક લોકો વિવાદિત પ્લોટ પર ઇંટો નાખતા હતા. અન્ય સમુદાયના કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. બાદમાં વિવાદ એટલો વધી ગયો કે બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંને સમુદાયના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
 
હિંસામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક વ્યક્તિની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી અને અન્ય બે વ્યક્તિઓ પણ ઘાયલ થયા હતા. અધિકારીએ જણાવ્યું કે પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને અને અન્ય ત્રણ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.