રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (17:26 IST)

21 જૂને અમિત શાહની ગુજરાત મુલાકાત, રથયાત્રા કાઢવી કે નહી તે અંગેનો લેશે નિર્ણય

ગુજરાતની જાણીતી ભગવાન જગન્નાથની રથયાત્રા કોરોનાકાળમાં યોજવી કે નહી તેને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે ઘટતા જઈ રહ્યા છે. ગુજરાત અનલોક થઈ ગયુ છે. આવી સ્થિતિમાં હવે રથયાત્રા કાઢવી કે નહી તેનો હજુ સુધી કોઈ ફાઈનલ નિર્ણય આવ્યો નથી. અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રથયાત્રા કાઢવા માટે યોગ્ય સમયે નિર્ણય લેવાશે. બીજી તરફ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા અને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રથયાત્રા યોજવી કે નહિ એનો નિર્ણય લેવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21મી જૂને ગુજરાતની મુકાલાતે આવી રહ્યા છે, ત્યારે રથયાત્રા અંગેનો આખરી નિર્ણય શાહ સાથેની ચર્ચા બાદ ઉકેલાઈ શકે છે.
 
વેક્સીનેશમાં લેશે ભગ -  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તારીખ 21 જૂનના રોજ ગાંધીનગર ખાતે આવી રહ્યા છે. વિશ્વ યોગ દિવસના દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા આયોજિત સેકટર 28ની વસંત કુવરબા હાઇસ્કૂલ પાછળના ખુલ્લા મેદાનમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપશે તેમજ સાંસદના આદર્શ ગામ તરીકે પસંદ કરેલા પાલ અને કોલવડા સાથે વેકિસનેશનના કાર્યક્રમમાં વિશેષ હાજરી આપવાના છે.
 
ગાંધીનગર શહેર અને જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી થોડીક ધીમી ચાલી રહી છે, જેને લીધે વેક્સિનેશનની ખૂબ જ ધીમી કામગીરીને લઈને સાંસદ અમિત શાહ ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે જશે. સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મુલાકાત દરમિયાન તેઓ જગન્નાથ મંદિરે દર્શન કરવા જવાની સાથે આગામી રથયાત્રા અંગે પણ મહત્ત્વના સંકેતો આપી શકે છે. આ સિવાય તેઓ રાજકીય બેઠક પણ ખાનગી ધોરણે યોજે એવી શક્યતા છે.