બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 જૂન 2020 (15:00 IST)

ધારાસભ્યો બચાવવા માટે કોંગ્રેસ અન્ય નેતાઓને જવાબદારી સોંપશે

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ ન થાય તે માટે તેઓ રાજસ્થાનના ફાઈવ સ્ટાર રિસોર્ટમાં રહી આવ્યા હતા. પરંતુ કોરોનાના કારણે તેમને પાછા ફરવું પડ્યું હતું . હવે ચૂંટણી પંચે ફરી રાજ્યસભાની તારીખ નક્કી કરતાં હવે કોંગ્રેસના ધારાસભ્યોની આજે  અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે મિટિંગ યોજાનાર છે. કોંગ્રેસના રાજ્યસભાની ચૂંટણીમાં શક્તિસિંહ અને ભરતસિંહની ઉમેદવારી થયા બાદ 5 ધારાસભ્યો કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો અને બચેલા ધારાસભ્યોને બચાવવા રાજસ્થાન લઈ જવા પડયા હતા. હવે લોકડાઉનમાં આંશિક રાહત મળ્યા બાદ રાજ્યસભાના ગણિત ગણવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને મિટિંગ શરૂ કરીને રણનીતિ તૈયાર કરવા માંગે છે. આજે બપોરે કોંગ્રેસના ધારાસભ્યોની અમદાવાદ કચેરીમાં મીટીંગ યોજાનાર છે.અને હવે કોઈ અન્ય ધારાસભ્ય કોંગ્રેસના સાથ છોડીને ન જાય તે માટે જવાબદારી સોંપવામાં આવનાર છે.