સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 ડિસેમ્બર 2021 (16:37 IST)

લગ્નની સીઝનને કારણે વધી રહ્યા છે કોરોનાના કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 63 કેસ નવા કેસ સામે આવ્યા છે ત્યારે કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે, ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનના ત્રણ પોઝિટિવ દર્દીઓ નોંધાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે તંત્ર દ્વારા ઓમિક્રોનને નાથવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. 
 
તેમણે કહ્યું કે મોટા ભાગે જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવે છે તે લોકો લગ્નપ્રસંગમાંથી આવ્યા છે. થોડા સમય પહેલા ટેસ્ટની સંખ્યા 50 હજાર હતી જે હાલ વધારીને 70 હજાર હજાર કરાયા હોવાથી કેસ વધુ આવતા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. સાથે તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગે તમામ હોસ્પિટલમાં સૂચનાઓ આપી દીધી છે કે તમામ ઑક્સિજન પ્લાંટનું ચેકીંગ અને રિપેરીંગ કરાવી લેવામાં આવે. ત્રીજી લહેરની તમામ સંભવિત તૈયારીઓ કરી લેવામાં આવી હોવાની પણ તેમણે વાત કરી હતી. 
 
વડોદરામાં કોરોના સતત બીજા દિવસે કોરોનાના ડબલ ડિજિટમાં નવા કેસો આવ્યા હતા. શહેરના પશ્ચિમ ઝોનમાા 8 સહિત 12 નવા કેસ નોંધાયા હતા. જેમાં ગોત્રી, અકોટા, તાંદળજા, જેતલપુર રોડ અને આ ઉપરાંત ફતેપુરા અને એકતાનગરમાં પણ નવા દર્દીઓ ઉમેરાયા હતા. વડોદરા ગ્રામ્યના સેવાસીમાં પણ એક કેસ આવ્યો હતો. અત્યાર સુધી વડોદરા શહેર જિલ્લામાં 72,397 કેસ આવી ચૂક્યાં છે. શહેરમાં હાલમાં એક્ટિવ કેસો 62 છે. જેમાંથી માત્ર 4 દર્દી ઓક્સિજન પર સારવાર લઇ રહ્યાં છે. શહેરમાં અત્યારે 208 લોકો ક્વોરન્ટાઇન છે.