1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (13:11 IST)

ડીસા અકસ્માત: 4 જીવતા સળગ્યા

deesa gujarat samachar- accident in deesa 4 burn
ડીસા અકસ્માત: 4 જીવતા સળગ્યા
બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર હાઇવે પર બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર એમ ચાર વાહન વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે ડીસા-પાલનપુર હાઇવે પર ભોંયણ નજીક બે ટ્રક સામસામે અથડાતાં વચ્ચે રિક્ષા આવી ગઈ હતી. અકસ્માત થતાં જ બંને ટ્રક અને રિક્ષામાં આગ લાગી હતી, જેમાં 4 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. 

ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભોયણ ગામના પાટિયા પાસે એક ટ્રક વળાંક લેવા જતા તેની સાઈડમાં રીક્ષા પણ ઊભી હતી. આ સમયે પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બન્ને વાહનોને અડફેટે લેતા બે વાહનો વચ્ચે રિક્ષા આવી ગઇ હતી. જ્યારે ડીસાથી પાલનપુર તરફ જતી ઇકો વાન પણ ટ્રકને ધડાકાભેર અથડાઈ હતી આમ ચાર વાહનોનો અકસ્માત થયો હતો.