બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 25 ઑક્ટોબર 2021 (13:13 IST)

દિલ્હીની બેઠક બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા કોણ બનશે?

ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની નિમણૂક બાદ હવે પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિની કવાયત તેજ થઇ ગઇ છે. કોંગ્રેસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી શકે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓનો દિલ્હીમાં રાહુલ ગાંધીને મળવાનો કાર્યક્રમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. ભરત સિંહ સોલંકી સહિત કોંગ્રેસના નેતાઓએ હાર્દિક પટેલને અધ્યક્ષ બનાવવનો વિરોધ કર્યો છે. 
 
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે જગદીશ ઠાકોરનું નામ આગળ ચાલી રહ્યું છે. તે પહેલા શક્તિસિંહનું નામ હતું, પણ શક્તિસિંહ ગોહિલે આ જવાબદારી માટે ના પાડી હતી. પ્રમુખપદે ભરતસિંહ સોલંકીનું નામ પણ રેસમાં છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે અગાઉ હાર્દિક પટેલને અધ્યક્ષ બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હું 28 વર્ષનો છું, કાર્યકારી અધ્યક્ષ બનાવી પાર્ટીએ મને ઘણું આપ્યું છે, પદ કે હોદ્દાની મને જરાય પણ લાલચ નથી. મીડિયામાં ચાલી રહેલા અહેવાલોનું હું ખંડન કરું છું.