રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2023 (08:52 IST)

ગુજરાતની 3 નર્સિંગ કોલેજની માન્યતા રદ

medical
ગુજરાતની 3 નર્સિંગ કોલેજની માન્યતા રદ - કેન્દ્ર સરકારે ગુજરાતની 3 નર્સિંગ કોલેજની માન્યતા રદ કરી છે. નડિયાદની દિનશા પટેલ કોલેજ તેમજ અમદાવાદમાં તક્ષશિલા ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજની તેમજ અમદાવાદ સ્થિત પંચામૃત નર્સિંગ કોલેજની માન્યતા રદ કરી છે.

માન્યતા રદ થયેલી કોલેજના વિદ્યાર્થીઓની ડિગ્રી ફક્ત ગુજરાત પુરતી જ માન્ય રહેશે અત્રે જણાવીએ કે, રાજ્ય અથવા દેશ બહાર આ કોલેજની ડિગ્રીનો ઉપયોગ નહી થઈ શકે. આ ત્રણેય કોલેજ હવે માત્ર ગુજરાત સરકાર હસ્તગત જ રહેશે. 
 
 
સંબંધિત વિભાગને તારીખ 26/04/2022ના નિરીક્ષણ રીપોર્ટના અવલોકન આધીન દિનશા પટેલ કોલજમાં કેટલી ખામીઓ સામે આવી હતી જે ખામીઓ શિક્ષણ સુવિધા સંબંધિત છે. આ ખામીઓને લઈ આ સંસ્થા એએનએમ અભ્યાસક્રમ ચલાવવા માટે અસમર્થ છે તેવો કેન્દ્ર સરકારના ધ્યાને આવ્યું છે