સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (10:19 IST)

કચ્છના નલિયા-ભૂજ હાઈવે પર આગામી દિવસોમાં સુખોઈ અને જગુઆર જેવા ફાઈટર પ્લેન ઉતરી શકશે

કેંદ્ર સરકાર દ્વારા દેશના 19 સ્થળો પર પર ELF એટલે કે ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલીટીનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાતના બે સ્થળોનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાતના નલિયા-ભૂજ અને સુરત-બરોડા હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીનું નિર્માણ કરવાની જાહેરાત કરવામા આવી છે. રાજસ્થાનમાં નેશનલ હાઇવે 925A પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) દેશના વધુ 19 અન્ય સ્થળોએ પણ વિકસાવવામાં આવશે. આ 19 કટોકટી ઉતરાણ સુવિધામાં નલિયા- ભુજ હાઈવેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અતિ મહત્વપૂર્ણ જાહેરાતના પગલે કચ્છના લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડાએ ખુશી વ્યક્ત કરી કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.નલિયાથી ભુજનું અંતર 96 કિલોમીટર જેટલું છે અને અબડાસા તાલુકાના વડા મથક નાલિયાથી એરફોર્સ મથક માત્ર 6 કી.મી. દૂર સ્થિત છે. એવા દેશના ત્રીજા નંબરના શક્તિશાળી એરફોર્સ સેન્ટરમાં ગણના થાય છે તેવા સરહદ પરના નલિયાથી ભુજ સુધીના ધોરીમાર્ગને કટોકટી ઉતરાણ તરીકે વિકસાવવામાં આવશે.કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના બે માર્ગો પર કટોકટી ઉતરાણ સુવિધા વિકસાવવાની જાહેરાત કરવામાં આવી જેમાં કચ્છના નલિયા ભુજ માર્ગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ બદલ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સમાચાર માધ્યમો સમક્ષ ખાસ વીડિયો સંદેશ જાહેર કરી કેન્દ્ર સરકાર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ જાહેરાતને કચ્છ માટે અતિ મહત્વની ગણાવી હતી.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ દેશમાં નવી સુવિધા ઉભી કરવાની જાહેરાતને સમર્થન આપી ટિવટ કર્યું હતું કે મને વિશ્વાસ છે કે આપણો રક્ષા વિભાગ આગામી સમયમાં ન માત્ર સશક્ત અને આત્મનિર્ભર બનશે, પરંતુ સમગ્ર દુનિયા માટે રક્ષા પ્રણાલીનું મેન્યુફેક્ચરિંગનું હબ પણ બનશે.