શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર , શુક્રવાર, 31 માર્ચ 2023 (14:45 IST)

Corona guidelines - ગુજરાતમાં G20 બેઠકમાં આવતા વિદેશી મુસાફરોએ ફરજિયાત RTPCR ટેસ્ટ કરાવવો પડશે

કેન્દ્રની સૂચનાને આધારે ગુજરાત સરકારે વિદેશી મહેમાનો માટે ગાઈડલાઈન જાહેર કરી
વિદેશથી આવતા મુસાફરો નો કોવિડ ટેસ્ટ અમદાવાદ અને સુરત એરપોર્ટ થશે 
 
ગુજરાતમાં યોજાનાર G20 બેઠકને લઈને ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. કોરોનાના કેસો વધતાં સરકારે સતર્કતા રૂપે સુરક્ષાના પગલાં લીધાં છે. આ બેઠકમાં વિદેશથી આવનારા મુસાફરો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ બેઠકમાં 6 દેશોમાંથી આવનારા મુસાફરોએ આ ટેસ્ટ ફરજિયાત કરવો પડશે. તે ઉપરાંત જાપાન અને કોરિયાથી આવનારા મુસાફરોના પણ ટેસ્ટ કરાશે. મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રીપોર્ટ અપલોડ કરવો પડશે. કેન્દ્ર સરકારે આ બેઠકમાં આવનારા વિદેશી મહેમાનો માટે ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે. આ ટેસ્ટ અમદાવાદ અને સુરત એરપોર્ટ પર થશે. 
 
2થી 4 એપ્રિલ, 2023 દરમિયાન યોજાશે G20ની બેઠક
ગુજરાત 2થી 4 એપ્રિલ, 2023 દરમિયાન ગાંધીનગર ખાતે બીજી એનર્જી ટ્રાન્ઝીશન વર્કિંગ ગ્રુપ મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે. આ કાર્યક્રમમાં વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ હિસ્સો લેશે. જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, કેનેડા, ચાઇના, ડેન્માર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, મોરેશિયસ, મેક્સિકો, નેધરલેન્ડ્સ, નાઇજિરિયા, ઓમાન, સાઉથ કોરિયા,  રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, સ્પેન, તુર્કી, યુએઇ, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.
 
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ હિસ્સો લેશે
આ કાર્યક્રમમાં વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હિસ્સો લેશે. આ સંસ્થાઓમાં, એશિયન ડેવલપમેન્ટ બેન્ક, ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર એશિયાન અને ઇસ્ટ એશિયા, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી, ઇન્ટરનેશનલ એનર્જી ફોરમ, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી, સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ, યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક, યુનાઇટેડ નેશન્સ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ, યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વર્લ્ડ બેન્ક, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વગેરેનો સમાવેશ થાય છે.