1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Ganga Swarupa Pension Scheme

ગુજરાત સરકારની વિધવા મહિલાઓ માટે ગંગા સ્વરૂપા આર્થિક યોજના

ganga swaroopa yojna
ganga swaroopa yojna
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા પેન્શન) ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને માસિક રૂ. 1,250 ની સીધી આર્થિક સહાય (DBT) પૂરી પાડે છે, જે હવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરબેઠા મળી શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નિરાધાર મહિલાઓને સ્વાવલંબી બનાવવાનો છે. 
 
જાણો આ યોજનાની મુખ્ય વિગતો:
 
સહાયની રકમ: માસિક રૂ. 1,250 (વાર્ષિક રૂ. 15,000).
પાત્રતા: 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા મહિલાઓ.
આવક મર્યાદા (વાર્ષિક): ગ્રામીણ વિસ્તાર માટે રૂ. 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000.
મુખ્ય ફેરફાર: 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે પુનઃલગ્ન ન કર્યાનું પ્રમાણપત્ર આપવામાથી મુક્તિ.
ચુકવણી: આધાર આધારિત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધા બેંક/પોસ્ટ ખાતામાં. 
 
આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો:
 
પતિના મરણનો દાખલો.
આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ.
આવકનો દાખલો.
રેશન કાર્ડ, બેંક/પોસ્ટ પાસબુક, અને અરજદારનો ફોટો. 
 
કેવી રીતે કરવી અરજી  ?
 
લાભાર્થીઓએ જરૂરી દસ્તાવેજો સાથેનું ફોર્મ તાલુકા મામલતદાર કચેરી અથવા સમાજ કલ્યાણ વિભાગમાં સબમિટ કરવાનું હોય છે. wcd.gujarat.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર વધુ માહિતી ઉપલબ્ધ છે. 
ये भी पढ़ें
Gujarat Uniform Civil Code - ગુજરાતમાં એક થી વધુ લગ્ન 7 વર્ષની જેલ, લિવ-ઈન રજિસ્ટ્રેશન અનિવાર્ય, જાણો UCC બિલની મહત્વની બાબતો