શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (15:42 IST)

સુરતના બુટલેગરનો અનોખો કિમિયો પોલીસ પડી ગઇ અચંબામાં, 40 હજારનો દારૂ જપ્ત

ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂના વેચાણ અને પીવા પર પ્રતિબંધ છે. તેમછતાં બુટલેગર અલગ-અલગ રીતે ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ પોલીસની સતર્કતાના કારણે બુટલેગરોના પ્રયત્નો નિષ્ફળ થઇ જાય છે અને લાખો રૂપિયાનો દારૂ પોલીસ જપ્ત કરી લે છે. સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરત પોલીસે એક વ્યક્તિને અનોખી રીતે દારૂની સપ્લાયના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. બુટલેગરોએ દારૂ સંતાડવાની રીત જોઇને પોલીસ આશ્વર્યમાં પડી ગઇ હતી.  

રિપોર્ટ અનુસાર સુરતની પીસીબી પોલીસને સુચના મળી હતી કે સુરતના ડિંડોલી વિસ્તારના હીરાનગરથી એક વ્યક્તિ દેશી દારૂને પસાર થવાનો હતો. એટલા માટે પોલીસ દ્રારા વ્યક્તિને પકડવા માટે રસ્તા પર જાળ પાથરી હતી. રાત્રે પોલીસ વોચ દરમિયાન એક વ્યક્તિ પ્લાસ્ટિકના કચરાની સાથે દારૂ લઇને જતો હતો. જોકે જ્યારે પોલીસે પ્લાસ્ટિકના કચરાને લઇ જનાર વ્યક્તિ પર શંકા જતાં પોલીસે તેને અટકાવ્યો હતો અને વાહનના કેરેટમાં પ્લાસ્ટિકના કચરાની તપાસ કરી હતી.

પોલીસે પ્લાસ્ટિકના કચરાની બોરીની તલાશી લેતાં અંદરથી દારૂની બોટલો ભરેલું બોક્સ મળ્યું હતું. એટલા માટે પોલીસે બાઇક મોબાઇલ અને દારૂને જપ્ત કરી કચરાની આડમાં દારૂની હેરાફેરી કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. પોલીસે વ્યક્તિને 40 હજાર રૂપિયાનો દારૂ કુલ 92,280 રૂપિયા જપ્ત કર્યો.