સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 ઑક્ટોબર 2017 (11:39 IST)

Godhra Kand મામલે હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી

સમગ્ર વિશ્વને હચમચાવી નાંખનાર ગુજરાતના ગોધરાકાંડ મામલે આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે નીચલી કોર્ટે જે લોકોને ફાંસની સજા ફટકારી હતી તે લોકોને આજીવન કેદની સજામાં ફેરવી દેવાયાં છે. તે ઉપરાંત હાઈકોર્ટે 63 નિર્દોષ લોકોને યથાવત રાખ્યાં હતાં. . જ્યારે પીડિતોને વળતરની રકમ 10 લાખ ચૂકવવા માટે 6 અઠવાડિયાનો સમય આપ્યો હતો.

આ પહેલા 31 આરોપીઓ દ્વારા નીચલી અદાલત દ્વારા ફરમાવવામાં આવેલી સજાને હાઇકોર્ટમાં પડકારી હતી. તો નિર્દોષ મુક્ત કરેલા આરોપીઓના ચુકાદાને સરકારે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં ડેઝિગ્નેટેડ કોર્ટે 11 આરોપીઓને ફાંસી અને 20 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.બહુચર્ચિત ગોધરા કાંડના ચૂકાદાને પગલે સોલા સ્થિત ગુજરાત હાઈકોર્ટ પરિસર અને બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ચૂકાદાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને સુરક્ષાને ચુસ્ત બનાવી દેવામાં આવી છે. ચૂકાદાને પગલે મીડિયા પણ હાઈકોર્ટ બહાર ઉમટી પડ્યું છે.ગોધરામાં સાબરમતી ટ્રેન પર ગત 27મી ફેબ્રુઆરી 2002ના રોજ થયેલા હિંસક હુમલામાં 59 કારસેવકોના મોત નિપજ્યા હતા. જે કેસમાં સીટ દ્વારા તપાસ કરી 63 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર બનાવ ગુન્હાહિત કાવતરાનો હોવાની નોંધ સાથે સ્પેશિયલ ડેઝીગ્નેટેડ કોર્ટે ફેબ્રુઆરી 2011માં 31 આરોપીઓને દોષીત જાહેર કર્યા હતા. જેમાં 11 આરોપીઓને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી જ્યારે 20 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. નોંધનીય છેકે, જે આરોપીઓ હુમલાનું કાવતરૂ ઘડવામાં રાત્રે અમન ગેસ્ટ હાઉસમાં હાજર હતા તે તેમજ પેટ્રોલ રેડવા માટે કોચમાં ચઢ્યા હતા તે તમામ 11 આરોપીઓને નીચલી અદાલતે ફાંસીની સજા ફટકારી હતી. સજા પામેલા આરોપીઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેમાં તેમને ખોટી રીતે સજા કરવામાં આવી હોવાની રજૂઆત કરી હતી. જ્યારે બીજી તરફ સરકારે પણ નિર્દોષ મુક્ત કરવામાં આવેલા આરોપીઓને સજા કરવાની દાદ માગતી પિટિશન હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. બંને પક્ષકારોની દલીલો પુર્ણ થયા બાદ હાઇકોર્ટે કેસને ચુકાદા પર અનામત રાખ્યો હતો. સોમવારે 9મી ઓક્ટોબરના રોજ હાઇકોર્ટ મામલે પોતાનો ચુકાદો જાહેર કરે તેવી શક્યતા છે.